• Gujarati News
  • National
  • પ્રવેશોત્સવ મામલે હજુ ગ્રામીણ વાલીઓ જાગૃત નથી

પ્રવેશોત્સવ મામલે હજુ ગ્રામીણ વાલીઓ જાગૃત નથી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યભરમાંસરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. દીકરીને ભણાવવા ઉપર ભાર મુકાઇ રહ્યો છે, કોઇ બાળક નિરક્ષર રહે, તે માટે સરકાર જાહેરાતો દ્વારા લાખોનો ખર્ચ કરે છે, પણ હજુ એવા વાલીઓ છે કે જેમને પ્રવેશોત્સવ શું ખબર નથી.

ગામડે-ગામડે ફરીને ફુગ્ગા વેચતા ત્રણ દીકરી અને એક દીકરાના બાપને જ્યારે પ્રશ્ન પૂછાયો કે, દીકરીને ભણાવવા મુકો છો તો તેણે જણાવ્યું કે, અમે ગુજરાત બાજુથી અહીં મજૂરી કરવા માંડવી આવ્યા છીયે, મારા કોઇ બાળકો ભણતા નથી અને પ્રવેશોત્સવ શું છે, તેની મને ખબર નથી. વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને શાળા પ્રવેશોત્સવની માહિતી આપી ત્યારે તે પોતાની દીકરીઓને માંડવીમાં ભણાવવા માટે તૈયાર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...