ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Bhuj » Mandavi» ખેડૂતોની મગફળી સસ્તામાં ખરીદી ટેકાના ભાવે વેંચી મારવાનું કૌભાંડ

    ખેડૂતોની મગફળી સસ્તામાં ખરીદી ટેકાના ભાવે વેંચી મારવાનું કૌભાંડ

    DivyaBhaskar News Network | Last Modified - Mar 12, 2018, 04:00 AM IST

    માંડવી એપીએમસીના માધ્યમથી એક ખાનગી કંપની દ્વારા ખેડૂતો પાસેથી સસ્તા ભાવે મગફળી ખરીદીને પછી ટેકાના ભાવે વેંચી...
    • ખેડૂતોની મગફળી સસ્તામાં ખરીદી ટેકાના ભાવે વેંચી મારવાનું કૌભાંડ
      ખેડૂતોની મગફળી સસ્તામાં ખરીદી ટેકાના ભાવે વેંચી મારવાનું કૌભાંડ
      માંડવી એપીએમસીના માધ્યમથી એક ખાનગી કંપની દ્વારા ખેડૂતો પાસેથી સસ્તા ભાવે મગફળી ખરીદીને પછી ટેકાના ભાવે વેંચી દઇને વચ્ચેથી મલાઇ ખાઇ જવાનો વ્યવસ્થિત કૌભાંડ આકાર લઇ રહ્યું છે અને રાજકીય ઓથ ધરાવતા લોકોને મલાઇ મળી રહી હોવાનું બહાર આવ્યું છે.

      સામાન્ય રીતે નિયમ મુજબ માંડવીના એપીએમસીમાંથી જે બારદાન ખરીદાય તે સરકારી બારદાન ધોળા દિવસે ઉનડોઠમાં કઇ રીતે બહાર પગ કરી ગયા તે સવાલ હોવાની સાથે તે બારદાનોમાં 35 કિલો મગફળી ભરીને સરકાર દ્વારા નિયત કરાયેલા 1800ના ટેકાના ભાવે મગફળી લેવામાં આવી હતી, પરંતુ

      ... અનુસંધાન પાના નં. 13



      ખેડૂતોને 1400ના ભાવે ચૂકવણું કરીને અન્યાય કરાયો હોવાની વિગતો બહાર આવી છે.

      સરકાર દ્વારા માત્ર શુક્રવારના દિવસ માટે જ ટેકાના ભાવે ખરીદી કરવાની મંજૂરી અપાઇ હતી. જ્યારે ઉનડોઠમાં રવિવારે આ ખરીદી કરાતાં ખેડૂતોએ વિરોધ કર્યો હતો પરિણામે ઘટના પ્રકાશમાં આવી હતી. ઉનડોઠ ગામના સ્થાનિક ખેડૂત ચંદુભાઇ જોષીએ કહ્યું હતું કે, ખાનગી વરંડામાં જીજે-11 વાય 6000 નંબરની ટ્રક ભરાતી હતી જેને ગઢશીશા પોલીસે આંતરી પણ હતી, છતાં અગમ્ય રાજકીય દબાણ હેઠળ કોઇ કાર્યવાહી કરાઇ નહોતી.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: ખેડૂતોની મગફળી સસ્તામાં ખરીદી ટેકાના ભાવે વેંચી મારવાનું કૌભાંડ
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `