Home » Gujarat » Bhuj » Mandavi » માંડવી તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી

માંડવી તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી

Divyabhaskar.com | Updated - Mar 12, 2018, 04:00 AM

માંડવી તાલુકા પંચાયતની ચૂંટણી 2015માં યોજાઈ હતી, જેમાં ભાજપને પછડાટ આપીને કોંગ્રેસ અંકે કરી લેતા ભાજપને નીચા જોવા...

 • માંડવી તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી
  માંડવી તાલુકા પંચાયતની ચૂંટણી 2015માં યોજાઈ હતી, જેમાં ભાજપને પછડાટ આપીને કોંગ્રેસ અંકે કરી લેતા ભાજપને નીચા જોવા જેવું થયું હતું, પરંતુ મહિલા પ્રમુખ સહિત ત્રણ સદસ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા ભાજપની 12 વિરુદ્ધ 8થી બહુમતી થઈ ગઈ છે. જેની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ છે. લાંબા સમયથી તાલુકા પંચાયતના કોંગ્રેસના મહિલા પ્રમુખ ગંગાબેન સેંઘાણીને ભાજપમાં લઈ આવવા માટેનો સંઘર્ષ ચાલતો હતો. જે વિધાનસભાની ચૂંટણીમાં પાર પડ્યો ન હતો, પરંતુ અંતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયત્નોથી વિશ્વ મહિલા દિનના બે દિવસ બાદ ગંગાબેન સેંઘાણી, સવિતાબેન પટેલ, વાડીલાલ પટેલ સહિત ત્રણ પાટીદારો ભાજપની ખેસ ધારણ કરતા કોંગ્રેસની તાલુકા પંચાયતમાં ભાજપ ગાબડો પાડીને પંચાયત ભાજપ હસ્તક કરી લેવામાં આવી હતી. 2015 ડિસેમ્બરમાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં 20 સીટના સંખ્યાબળની પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને 11 બેઠક મળી હતી, જેથી 2 બેઠકથી ભાજપને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભાજપ શાસિત પંચાયત કોંગ્રેસ સેરવી લેતા ભાજપમાં

  ... અનુસંધાન પાના નં. 13  હડકંપ મચી જવા પામ્યો હતો. પ્રમુખ કોંગ્રેસના અને કારોબારી ચેરમેન ભાજપના થયા હતા. આવી રીતે કસોકસ ચાલતી પંચાયતના ત્રણ પાટીદારો કોંગ્રેસ પક્ષમાંથી સરકી જતા ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં સોપો પડી જવા પામ્યો હતો.

  જયંતીભાઈ ભાનુશાલીએ ત્રણ પાટીદારોને ભાજપની ખેસ ધારણ કરાવી હતી આ અવસરે વાસણ આહિર, વિનોદ ચાવડા, તારાચંદ છેડા, કૌશલ્યાબેન માધાપરિયા, અનિરુદ્ધ દવે, કુલદિપસિંહ જાડેજાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.  બોક્સ : ભાજપમાં જોડાઈ ફરી પદ જાળવવાની ફિરાક

  સૂત્રોએ જણાવ્યું હતું કે, 21મી જૂનમાં ગંગાબેનની ટર્મ પૂર્ણ થઈ રહી છે. ત્રણ માસ પછી પોતાનો પ્રમુખ પદ ટકાવી રાખવા માટે ભાજપની પડખે આવી ગયા હોવાનો ચિત્ર બહાર આવી રહ્યું છે.

  માંડવીની પ્રજાથી દ્રોહ : કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ

  કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવકતા કિશોરદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના પ્રતિક પર ચૂંટણી લડી અને પક્ષના ચૂંટાયેલા સદસ્યોના સમર્થનથી પ્રમુખ પદે પહોંચેલા ગંગાબેન સેંઘાણીએ ભાજપ સાથે જોડાણ કરતા માંડવી તાલુકાની જનતા અને મતદારોથી દ્રોહ કર્યો હોઈ નૈતિકતાના ધોરણે પદ પરથી રાજીનામું ધરી દેવું જોઈએ. માંડવી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દશરથસિંહ જાડેજા અને તાલુકા પંચાયત ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ભાજપમાંથી પ્રમુખ બની બતાવે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ