તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • માંડવી તાલુકા પં. દૂર ખસેડવાનો કેસ કોર્ટમાં, છતાં થશે ખાતમુહૂર્ત

માંડવી તાલુકા પં. દૂર ખસેડવાનો કેસ કોર્ટમાં, છતાં થશે ખાતમુહૂર્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીતાલુકા પંચાયતને મૂળ જગ્યાએથી દોઢ કિ.મી. દૂર ખસેડવા સામે જાગૃત નાગરિકો દ્વારા કોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે, આમ છતાં ચાલુ કોર્ટમેટરે ગ્રામ વિકાસ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

માજી ધારાસભ્ય જયકુમાર સંઘવી અને 8 જાગૃત નાગરિકોએ કોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે, જેમાં કચેરીને મૂળ જગ્યાએથી દોઢ કિ.મી. દૂર જવા સામે વાંધો ઉઠાવતાં જણાવાયું છે કે, લોક અભિપ્રાય લેવાયો નથી. લોકોને હાલાકી ભોગવવી પડશે. વળી, જૂના સ્થળે વિશાળ જગ્યા છે, જેમાં બહુમાળી ઇમારત બનાવી શકાય તેમ છે. જેથી કોર્ટે જવાબદારોને કારણદર્શક નોટિસ આપીને 11મી નવેમ્બરે જવાબ માગ્યો છે.

બીજીતરફ કોર્ટ મેટર ચાલુ હોવા છતાં નવી પંચાયત કચેરીનો ખાતમુહૂર્ત 6ઠ્ઠી ઓક્ટોબરે રાજ્યમંત્રી જયંતીભાઇ કવાડિયાના હસ્તે કરવાનો તખતો ગોઠવાઇ ગયો છે. વળી, તાલુકા પંચાયતના પ્રમુખ કોંગ્રેસના છે અને નવી ઇમારતનું ખાતમુહૂર્ત ભાજપના મંત્રી કરશે, જેથી લોકચર્ચાનો વિષય બન્યો છે.

2.40 કરોડના ખર્ચે બનશે નવી ઇમારત

નવીજગ્યા મસ્કા સીમમાં છે, જે દોઢ એકરમાં પથરાયેલી છે, જેના ઉપર 2.40 કરોડના ખર્ચે નવી ઇમારત બનાવાશે. જોકે, ખાતમુહૂર્ત બાદ 2017માં નવી તાલુકા પંચાયતની ધુરા કોણ સંભાળશે, તે આવનારો સમય બતાવશે.

જાહેરહિતની અરજીમાં કોર્ટે અધિકારીને કારણદર્શક નોટિસ આપી 11મી નવેમ્બરે જવાબ માગ્યો છે

અન્ય સમાચારો પણ છે...