તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવીમાં ગોસ્વામી સમાજ દ્વારા અખાડામાં 51 વૃક્ષોનું આરોપણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવીમાં ગોસ્વામી સમાજ દ્વારા અખાડામાં 51 વૃક્ષોનું આરોપણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીદશનામ ગોસ્વામી સમાજના પુણ્યશ્લોકોના સમાધિસ્થાન અને દત્તાત્રેય મંદિર બન્ને પરીસરમાં ગુરુપૂનમે અલગ ફુલ-ઝાડના 51 રોપાનું આરોપણ કરાયું હતું. નગર સેવા સદનના સહયોગથી હિન્દુ યુવા સંગઠન અને જ્ઞાનગિરિજી મઠ દ્વારા બદામ, જાંબુ, સીતાફળ, લિયાર, ચંપા જેવા રોપા વવાયા હતા. ગ્રીન માંડવી ક્લિન માંડવીના પ્રોજેક્ટ હેઠળ નગર અધ્યક્ષા સુજાતાબેનના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે, બસંતગિરિ, રઘુવીરસિંહ જાડેજા, જિજ્ઞેશ કષ્ટા, મેહુલ શાહ, નરેન સોની, ગીતાબેન ગોર, વનીતાબેન કષ્ટા, વૈશાલી જુવડ સહિતના આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉછેર કરવાની જવાબદારી મઠના મહંતે સ્વીકારી હતી.

માંડવીમાં વૃક્ષારોપણ કરી રહેલા ગોસ્વામી સમાજના આગેવાનો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો