• Gujarati News
  • National
  • માંડવી તાલુકાના નવાં સીમાંકનમાં નાના ભાડિયાની બેઠક મળી

માંડવી તાલુકાના નવાં સીમાંકનમાં નાના ભાડિયાની બેઠક મળી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસતીગણતરીમાં વધારો થતાં રચના તથા બેઠક ફાળવણીના પ્રાથમિક આદેશ અનુસાર માંડવી તાલુકા પંચાયતની 19માંથી 20 સીટ કરીને વધારાની નાના ભાડિયા સીટનો વધારો કરવામાં આવ્યો છે.

1,47,053 માંડવી તાલુકા પંચાયતના મતદારોમાં વધારો થતાં નાના-મોટા ભાડિયા એક કરીને નાના ભાડિયાને 7602 મતદારનું સંકલન કરીને નાના ભાડિયા સીટનો વધારો કરવામાં આવ્યો છે.

અગાઉ 19 સીટની જગ્યાએ નવા સીમાંકન મુજબ 20 સીટ થતાં જેમાં 50 ટકા મહિલા અનામત થતાં 10 પુરુષ અને 10 મહિલા આવતી પંચાયતની ચૂંટણીમાં ઝૂકાવશે.

અનુસૂચિત જાતિમાં સ્ત્રી-1, સામાન્ય-2, અનુસૂચિત આદિજાતિ સ્ત્રી-1, સામાન્ય અને શૈક્ષણિક રીતે પછાત સ્ત્રી-1, સામાન્ય-1, સામાન્ય સ્ત્રી-7 અને બિનઅનામત-7 પ્રકારની તાલુકા પંચાયતની સીટો જાહેર કરવામાં આવી છે.

માંડવી તાલુકાની નવી બેઠક

મતદારમંડળનું નામ બેઠક ક્રમાંકો

બાડાઅનુસૂચિત આદિજાતિ સ્ત્રી

બાગ સા. શૈ. પછાતવર્ગ સ્ત્રી

બાયઠ સા. શૈ. પછાતવર્ગ

બિદડા-1 અનુસૂચિત જાતિ

બિદડા-2 સામાન્ય સ્ત્રી

દરશડી સામાન્ય સ્ત્રી

દુર્ગાપુર સામાન્ય સ્ત્રી

ગઢશીશા-1 સામાન્ય સ્ત્રી

ગઢશીશા-2 અનુસૂચિત જાતિ

ગોધરા સામાન્ય સ્ત્રી

ગુંદિયાળી સામાન્ય સ્ત્રી

કાઠડા સામાન્ય સ્ત્રી

કોડાય બિનઅનામત સામાન્ય

મઉ મોટી અનુસૂચિત જાતિ સ્ત્રી

મોટી રાયણ બિનઅનામત સામાન્ય

નાના ભાડિયા બિનઅનામત સામાન્ય

રામપર બિનઅનામત સામાન્ય

શેરડી બિનઅનામત સામાન્ય

તલવાણા બિનઅનામત સામાન્ય

વિરાણી નાની બિનઅનામત સામાન્ય

અન્ય સમાચારો પણ છે...