તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પુનરાગમન થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પુનરાગમન થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લાંબાસમયના વિરામ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું બુધવારે પુનરાગમન થયું હતું. વલસાડના પારડીમાં સૌથી વધુ 4 ઈંચ પાણી વરસતાં ચારેકોર પાણી-પાણી થઈ ગયું હતું. ઉપરાંત સમગ્ર વલસાડ અને વાપી જિલ્લામાં દોઢી ચાર ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ભરૂચમાં બે ઈંચ અને સુરત જિલ્લામાં અડધાથી એક ઈંચ વરસાદ પડ્યો હતો.

મંગળવારે રાત્રિથી બુધવારે સાંજે 6 વાગ્યા સુધી પારડી તાલુકામાં દેમાર 4 ઇંચ અને વલસાડ તાલુકામાં 2 ઇંચ વરસાદ થયો હતો. વાપી 1, ધરમપુર 1 અને કપરાડા તાલુકામાં દોઢ ઈંચ જેટલા વરસાદે લોકોને આનંદથી તરબોળ કરી દીધા હતાં.સુરત શહેરમાં સવારે 5 વાગ્યાથી વરસાદી ઝાપટા શરૂ થયા હતા. સવારે 6 થી 8માં અડધો ઇંચ વરસાદ થયો પડ્યો હતો. સિવાય બારડોલી તાલુકામાં 9 મિમી, મહુવામાં 10 મિમી, માંડવીમાં 6 મિમી, પલસાણામાં એક ઇંચ અને ચોર્યાસી તાલુકામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ પડ્યો હતો. નવસારીમાં 2 ઈંચ અને જલાલપોરમાં 1 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત ગણદેવીમાં 1.5, ચીખલીમાં 2 , વાંસદામાં અને ખેરગામ તાલુકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભરૂચના હાંસોટ તાલુકામાં બે કલાકમાં 1 ઈંચ જ્યારે જંબુસર અને ભરૂચમાં અડધો ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો