તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સલાયાનો તડીપાર બૂટલેગર મરીન પોલીસે પકડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલાયાનો તડીપાર બૂટલેગર મરીન પોલીસે પકડ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીનામાથાભારે ઇસમો સામે હદપારી કરવાના હુકમની સજા થયાના કિસ્સામાં હુકમનો અનાદર કરનારા બૂટલેગરો પાછા પકડાયાના કિસ્સાઓ અવારનવાર સામે આવે છે, ત્યારે ફરી સલાયાના તડીપાર નામચીન ઇસમ સક્રીય થાય તે પહેલાં મરિન પોલીસે દબોચી લીધો હતો. ગત 18 જાન્યુઆરીના હદપારીનો હુકમ ઇકબાલ ઇબ્રાહિમ ચલંગા (ઉ.વ.22) સામે થયો હતો, જે અંગ્રેજી દારૂના 5 કેસમાં પોલીસ ચોપડે ચડ્યો હતો અને તડીપાર કરવામાં આવ્યો હતો. આરોપી ફરી શુક્રવારે સલાયામાં દારૂનું નેટવર્ક ચાલુ કરવાની ફિરાકમાં હોવાની પૂર્વ બાતમી પોલીસને મળતાં સલાયા વિસ્તારમાંથી ઇકબાલ ચલંગાના ઘરે છાપો મારીને તેની અટક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો