તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવી APMCની જમીન ખરીદીમાં 45 લાખના કૌભાંડનો કરાયો આક્ષેપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી APMCની જમીન ખરીદીમાં 45 લાખના કૌભાંડનો કરાયો આક્ષેપ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ વર્ષ-2012માં સબયાર્ડ બનાવવા માટે ખરીદેલી જમીનમાં 45.60 લાખનું કૌભાંડ આચરાયું છે, તેવા આક્ષેપ સાથે નિયામક સમક્ષ કરાયેલી રજૂઆતમાં જો મામલે તાકીદે કાર્યવાહી નહીં કરાય તો હાઇકોર્ટનું શરણુ લેવાની ચીમકી ઉચ્ચારાઇ છે.

જે-તે સમયે સબયાર્ડના નિર્માણ માટે વિરાણી પાસે ચાર એકરની જમીન કોઇપણ જાહેરાત કર્યા વિના ખરીદાઇ હતી. બજાર અને જંત્રી મુજબ 32 લાખની જમીન માટે 77.60 લાખના દસ્તાવેજ બનાવીને 45.60 લાખનું કૌભાંડ આચરાયું છે, તેવો આક્ષેપ ખેડૂત પ્રતિનિધિ અને તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ વિક્રમસિંહ જાડેજાએ પોતાની રજૂઆતમાં કર્યો છે. તેમના જણાવ્યા મુજબ તા. 12/9/12ના 143/1 નંબર સાથે મેઘજી આહિરનો એકર દીઠ એક લાખ રૂપિયાના ભાવે દસ્તાવેજ બન્યો છે. આવી રીતે તા. 19/5/12ના ખેતા કરમશી અને પ્રીતિબેનના નામે દસ્તાવેજ બન્યા છે. જ્યારે સર્વે નં. 145વાળી જમીન માટે એકરના 19.40 લાખના ભાવે પાર્વતીબેન પટેલના નામે દસ્તાવેજ કરી આપનારી એપીએમસીની તત્કાલિન બોડીએ મસ મોટું નાણાકીય કૌભાંડ આચર્યું છે. આસપાસ પડતર જમીન હોવા છતાં સરકારમાં તેની માગણી કરીને બજાર સમિતિએ કોઇપણ જાતની જાહેરાત કે નોટિસ વિના ઉંચી કિંમતે ખાનગી જમીનના દસ્તાવેજ બતાવીને ખેડૂતને નાણાંનો ચેક આપ્યા બાદ મોટી રકમની ઉચાપત કરી જવાઇ છે તેવી રજૂઆતમાં જો પ્રકરણે નિષ્પક્ષ તપાસ નહીં કરાય, તો હાઇકોર્ટમાં ધા નાખવાની ચીમકી ઉચ્ચારી છે.

બાબતે વર્તમાન ચેરમેન પ્રવીણ વેલાણીનો સંપર્ક કરતાં પોતે સત્તાના સૂત્રો થોડા સમય પહેલાંજ સંભાળ્યા હોવાનું કહેતાં પાંચ વર્ષ પહેલાના કથિત કૌભાંડ અંગે અજાણતા વ્યક્ત કરી હતી.

ઓડિટ પારામાં નોંધ કરાઇ

બજારઅને જંત્રી ભાવની સરખામણીએ જમીન ખરીદીની રકમ વધુ ચૂકવાઇ છે તેવી જેતે સમયે ઓડિટ પારામાં નોંધ લેવાઇ હતી. ખરીદીના ચૂકવણા માટે અપાયેલા ચેકમાં સેક્રેટરીની સહી હોવાનું બહાર આવ્યું હતું. ખરીદી માટે ચાર સભ્યોની સમિતિ બનાવાઇ છે તેની વિશેષ તપાસ થાય તો રાજકીય માથાઓની સંડોવણીનો પર્દાફાશ થવાની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

માંડવીમાં ખરીદાયેલી જમીન

કાર્યવાહી નહીં થાય તો હાઇકોર્ટનું શરણુ લેવા ચીમકી

નિયામક સમક્ષ કરાયેલી રજૂઆતમાં તપાસની માગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો