Home » Gujarat » Bhuj » Mandavi » ગૌધન બચાવવા મુસ્લિમ યુવાન 48 કલાક ભૂખ હડતાળ કરશે

ગૌધન બચાવવા મુસ્લિમ યુવાન 48 કલાક ભૂખ હડતાળ કરશે

Divyabhaskar.com | Updated - Feb 20, 2018, 03:20 AM

નખત્રાણા તાલુકાના લુડબાયનો મુસ્લિમ યુવાન ગૌવંશને કનડતી સમસ્યાઓના નિવારણ અર્થે 48 કલાકની પ્રતિક ભૂખ હડતાળ પર...

  • ગૌધન બચાવવા મુસ્લિમ યુવાન 48 કલાક ભૂખ હડતાળ કરશે
    નખત્રાણા તાલુકાના લુડબાયનો મુસ્લિમ યુવાન ગૌવંશને કનડતી સમસ્યાઓના નિવારણ અર્થે 48 કલાકની પ્રતિક ભૂખ હડતાળ પર બેસવાનો છે.

    લુડબાયના જબ્બાર જત દ્વારા 30મી જાન્યુઆરીના રોજ જિલ્લા કલેક્ટરને કરેલી લેખિત રજૂઆતમાં ગૌવંશ સહિતના પશુધનને કનડતી સમસ્યાઓના નિવારણ માટે વહેલીતકે પગલાં ભરવા માંગ કરી હતી. તેમણે તમામ તાલુકાઓમાં ગાયો માટે અભયારણ્ય બનાવવા, રખડતી ગાયો માટે સરકારી ખર્ચે વ્યવસ્થા ગોઠવવા, છાણિયા ખાતર અને ગૌમૂત્રની સરકાર દ્વારા ખરીદી કરવા, બળદોનો પુન: ખેતીકાર્યમાં વપરાશ અંગેનો કાયદો લાવવા તેમજ ગૌશાળાઓનો 50 ટકા ખર્ચો સરકાર ઉપાડે તેવી માંગ કરી હતી.

    આ માગણીના અનુસંધાને આજે 20મી ફેબ્રુઆરીથી 48 કલાક માટે તેઓ કલેક્ટર કચેરી સામે પ્રતિક ભૂખ હડતાળ આદરશે તેમ પણ કહ્યું છે. તેમના મતાનુસાર ગાયને બચાવવી અને તેની માવજત કરવી એ તમામ ધર્મના લોકોની પવિત્ર ફરજ છે અને ખેતીકાર્યમાં જે રીતે આ પશુધનનો ઉપયોગ ઘટતો જાય છે તે અતિ ચિંતાજનક હોવાનું જણાવી આ ભૂખ હડતાળમાં તમામ ધર્મના લોકોને જોડાવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ