Home » Gujarat » Bhuj » Mandavi » માંડવીમાં નગર પાલિકા દ્વારા રજીસ્ટર્ડ ટ્રસ્ટ અને સંસ્થાઓની મિલકતો

માંડવીમાં નગર પાલિકા દ્વારા રજીસ્ટર્ડ ટ્રસ્ટ અને સંસ્થાઓની મિલકતો

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 03:15 AM

માંડવીમાં નગર પાલિકા દ્વારા રજીસ્ટર્ડ ટ્રસ્ટ અને સંસ્થાઓની મિલકતો પર ક્ષેત્રફળ આધારિત વેરો લાદવા અંગે...

  • માંડવીમાં નગર પાલિકા દ્વારા રજીસ્ટર્ડ ટ્રસ્ટ અને સંસ્થાઓની મિલકતો

    માંડવીમાં નગર પાલિકા દ્વારા રજીસ્ટર્ડ ટ્રસ્ટ અને સંસ્થાઓની મિલકતો પર ક્ષેત્રફળ આધારિત વેરો લાદવા અંગે લેવાયેલા નિર્ણય સામે વિરોધનો વંટોળ ઉભો થયો છે. આ મુદ્દે ગુરૂવારે યોજાયેલી વિવિધ 42 સમાજની સામૂહિક બેઠકમાં રેલી યોજીને આવેદનપત્ર પાઠવવાની સાથે સૂચિત વેરાનો ઉગ્ર વિરોધ કરવા નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં સુધરાઇ દ્વારા જોગવાઇની ઉપરવટ જઇને ઠરાવ કરાયો હોવાનો સૂર વ્યક્ત થયો હતો.

    લોહાણા સમાજના પ્રમુખ હરીશભાઇ ગણાત્રાના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં ઉપસ્થિતોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ભારતના બંધારણમાં કોઇ જોગવાઇ ન હોવા છતાં માંડવીમાં સમાજવાડીઓના ક્ષેત્રફળ આધારિત વેરો વસૂલવા માટે પાલિકા દ્વારા નિર્ણય લેવાયો છે. આ મનઘડત નિર્ણયને પાછો ખેંચવાની માગ સાથે તમામ સમાજોની રેલી યોજીને સુધરાઇના સત્તાધિશોને આવેદનપત્ર આપવા સર્વ સંમતિથી ઠરાવાયું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ