• Home
  • Gujarat
  • Bhuj
  • Mandavi
  • મુસ્લિમ છાત્રાઅે મહાવીર સ્વામી વિશે વક્તવ્ય આપીને મેદાન માર્યું

મુસ્લિમ છાત્રાઅે મહાવીર સ્વામી વિશે વક્તવ્ય આપીને મેદાન માર્યું

માંડવી તાલુકાના જખણિયા સ્થિત વીરાયતન વિદ્યાપીઠમાં યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં મુસ્લિમ વિદ્યાર્થિનીએ ભગવાન...

DivyaBhaskar News Network | Updated - Mar 27, 2018, 03:10 AM
મુસ્લિમ છાત્રાઅે મહાવીર સ્વામી વિશે વક્તવ્ય આપીને મેદાન માર્યું
માંડવી તાલુકાના જખણિયા સ્થિત વીરાયતન વિદ્યાપીઠમાં યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં મુસ્લિમ વિદ્યાર્થિનીએ ભગવાન મહાવીરના જીવન કવન પર પ્રભાવક વક્તવ્ય આપીને પ્રથમ ક્રમે મેદાન માર્યું હતું. કોલેજ અને શાળા કક્ષા એમ બે વિભાગ માટે યોજાયેલી હરીફાઇમાં 59 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અહિંસાનો સંદેશો ફેલાવનારા મહાવીર સ્વામીના જીવનને વણી લેતા વિષય તેમજ ચંદનાજી મ.સા. લિખિત ‘મેરે દેવદૂત કી કીસ કહાનીને મુઝે છૂઆ’ પુસ્તકમાં વણેલી વાર્તાઓ પર યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં કોલેજ કક્ષાના વિભાગમાં તસ્લીમાએ પ્રથમ ક્રમે મેદાન મારવાની સાથે 5100 રૂપિયાનો રોકડ પુરસ્કાર જીત્યો હતો. રીટા જોશી દ્વિતીય અને તૃતિય ક્રમે નંદ રાજગોર વિજેત બન્યા હતા.

શાળા કક્ષાએ પ્રથમ મીરા વેલાણી, દ્વિતીય કાજલ દનિચા અને તૃતિય દિક્ષિતા જબુઆણી વિજેતા બન્યા હતા. પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમે વિજેતાઓને અનુક્રમે 5100, 2100 તેમજ 1100 રૂપિયાનો રોકડ પુરસ્કાર અપાયો હતો. આ પ્રસંગે ચંદનાજી મ.સા.એ જણાવ્યું હતું કે, કઠોર પરિશ્રમ સાથે કરેલા કાર્યનું ફળ અવશ્ય મળે છે. ભગવાન રામ અને કૃષ્ણના આદર્શો સાથે જીવવા શીખ આપી હતી. નિર્ણાયક તરીકે ગિરીશ જોશી, ભાવિક ભટ્ટે સેવા આપી હતી. અનિલ જૈને વ્યવસ્થા સંભાળી હતી. શીલાપીજી મ.સા., રીતુબેન જૈન સહિત ઉપસ્થિત રહ્યા હતા.

X
મુસ્લિમ છાત્રાઅે મહાવીર સ્વામી વિશે વક્તવ્ય આપીને મેદાન માર્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App