ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Bhuj » Mandavi» રાધનપુર-અંબેધામ બસના મુસાફરોને મધરાત્રે રઝળતા મૂકી દેવાતાં કચવાટ

  રાધનપુર-અંબેધામ બસના મુસાફરોને મધરાત્રે રઝળતા મૂકી દેવાતાં કચવાટ

  DivyaBhaskar News Network | Last Modified - Mar 28, 2018, 03:05 AM IST

  સામાન્ય રીતે ‘સલામત સવારી..’ના ગાણાં ગાતું એસટી નિગમ કોઇકવાર બસ કોઇ પ્રસંગે અટવાઇ પડે તો પ્રવાસીઓની જરાસરખી પણ...
  • રાધનપુર-અંબેધામ બસના મુસાફરોને મધરાત્રે રઝળતા મૂકી દેવાતાં કચવાટ
   રાધનપુર-અંબેધામ બસના મુસાફરોને મધરાત્રે રઝળતા મૂકી દેવાતાં કચવાટ
   સામાન્ય રીતે ‘સલામત સવારી..’ના ગાણાં ગાતું એસટી નિગમ કોઇકવાર બસ કોઇ પ્રસંગે અટવાઇ પડે તો પ્રવાસીઓની જરાસરખી પણ જવાબદારી લેવામાં માનતું ન હોવાની ઘટના સામે આવી છે.

   કોડાયમાં ગટરનું કામ ચાલતું હોવાથી રાધનપુર-અંબેધામની એસટી બસ માટે આગળ જવા માટેનો માર્ગ બંધ હતો. આવા સમયે અટવાઇ પડેલી બસના કંડક્ટરે ‘બસ આગળ નહીં જાય..’ એમ જણાવી હાથ ઊંચા કરી નાખતાં રાત્રે પ્રવાસીઓ રઝળી પડ્યા હતા. રાતના સમયે ગામડાંમાં કોઇ જ વ્યવસ્થા ન હોવાથી બાળકો સાથેની મહિલાઓએ કંઇક વ્યવસ્થા ગોઠવવાની વિનંતી કરવા છતાં કંડક્ટરે ધરાર દાદ નહોતી દીધી જેને લીધે પ્રવાસીઓમાં રોષ વ્યાપ્યો હતો.

   આવા કેસમાં કોડાય ગામમાં બસ અટકી ગઇ હતી, ત્યારે તેને અન્ય રૂટ ઉપરથી લઇ જવાની જવાબદારી એસટીના ડ્રાઇવર-કન્ડક્ટરની હતી, પણ આ બન્ને પોતાના ઉપરી અધિકારી પર ઢોળીને લાંબા અંતરના પ્રવાસીઓને રઝળાવી નાખ્યા હતા.

   જો મુસાફરોને તકલીફ પડતી હોય તો રૂટ બદલી શકાય

   માંડવી ડેપો મેનેજર મયૂર રાઠોડે ભાસ્કરને જણાવ્યું કે, કંડક્ટરે રાધનપુરના તેના ઉપરી અધિકારી સાથે વાત કરી છે એટલે અહીં હું કશું ન કરી શકું. તેમછતાં મુસાફરોને તકલીફ પડતી હોય તો રૂટ તો બદલી શકાય.

   સરપંચે રસ્તો બંધ હોવાની જાણ કરવી જોઇએ

   રાધનપુર ડેપો મેનેજર રઘુવીર ચૌહાણે બસનો રૂટ મંજૂરી વગર બદલી ન શકાયની રટ પકડી રાખી ગામના સરપંચે જો રસ્તો બંધ હતો તો અગાઉથી જાણ કરવી જોઇએ ને એમ રોકડું પરખાવ્યું હતું.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Bhuj Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: રાધનપુર-અંબેધામ બસના મુસાફરોને મધરાત્રે રઝળતા મૂકી દેવાતાં કચવાટ
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `