• Gujarati News
  • National
  • હોટેલવાળાએ લાખો ભરેલી બેગ પરત કરી પ્રામાણિકતા દાખવી

હોટેલવાળાએ લાખો ભરેલી બેગ પરત કરી પ્રામાણિકતા દાખવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના રાયણ પાટિયા પાસે બાઇક પર જતા એક વેપારીની લાખો રૂપિયા ભરેલી બેગ રસ્તામાં પડી ગયા બાદ અેક ચાયની હોટેલવાળાએ તેને સાચવીને માલિકને પરત કરી હતી. આ માટે વેપારીએ બક્ષિસનું કહેતાં તેનો પણ સવિનય અસ્વીકાર કરીને અનેરી પ્રમાણિકતા દર્શાવી હતી.

થોડા દિવસો પહેલાં શિરવાના એક પ્રતિષ્ઠિત વેપારી 50 લાખ રૂપિયા ભરેલી બેગ સાથે રાયણ પાટિયા પરથી પસાર થયા હતા. આ માર્ગે બે સળંગ સ્પીડ બ્રેકર હોતાં તેનો આંચકો લાગવાથી બેગ રસ્તા પર પડી ગઇ હતી જેનાથી વેપારી બેખબર હતા. આ સ્થળે ચાય બનાવતા કોડાયના રહીશ હિરાભાઇની નજરે આ બેગ ચડતાં તેમણે સાચવી લીધી હતી. દમિયાન બેગ ખોવાઇ ગયાની ખબર પડતાં હાંફળા ફાંફળા આવેલા વેપારીએ પાટિયા પાસે ઉભેલા કેટલાક લોકોને બેગ અંગે પૂછતાં હિરાભાઇએ તેમને બોલાવીને બેગ પરત આપી હતી. પ્રમાણિકતા જોઇને ગદ્દગદ્દ બનેલા વેપારીએ ‘ચાયવાળા’ને બેગમાંથી જોઇએ તેટલી બક્ષિસ લેવાનું કહ્યું હતું, પણ કોડાયના રહીશે તેનો સાભાર અસ્વીકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...