• Gujarati News
  • National
  • માંડવીમાં આજથી એકાંતરે પાણી વિતરણ થશે

માંડવીમાં આજથી એકાંતરે પાણી વિતરણ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદાની લાઇનમાં પડેલાં ભંગાણના પગલે માંડવીમાં આજે શુક્રવારથી ત્રણ દિવસ માટે એકાંતરે પાણી વિતરણ થશે. આસંજોગોમાં લોકોને પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા પાલિકા દ્વારા અનુરોધ કરાયો છે.

અંજારથી વરસામેડી અને કુકમા સુધી નર્મદાની લાઇનાં ત્રણ જગ્યાએ તૂટી જતાં આજથી તેનું મરંમત કામ શરૂ કરાશે. ત્રણ દિવસ ચાલનારા આ કામના કારણે માંડવીને પાણીનો જરૂર કરતાં ઓછો જથ્થો મળશે તેમ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું હતું. દૈનિક 95 લાખ લિટરની જરૂરિયાત સામે સ્થાનિક 25 બોરની ક્ષમતા 47 લાખ લિટર હોતાં નર્મદાના નીરના અભાવે એકાંતરે પાણી વિતરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...