Home » Gujarat » Bhuj » Mandavi » માંડવી તાલુકા પંચાયતના ચાર સભ્યોએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ છોડ્યા

માંડવી તાલુકા પંચાયતના ચાર સભ્યોએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ છોડ્યા

Divyabhaskar.com | Updated - Mar 15, 2018, 03:00 AM

માંડવી |કોંગ્રેસના પ્રતિક ઉપર ચૂંટાયેલા માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ અને અન્ય ત્રણ સભ્યો સહિત 4 વ્યક્તિઓએ...

  • માંડવી તાલુકા પંચાયતના ચાર સભ્યોએ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદ છોડ્યા
    માંડવી |કોંગ્રેસના પ્રતિક ઉપર ચૂંટાયેલા માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ અને અન્ય ત્રણ સભ્યો સહિત 4 વ્યક્તિઓએ પક્ષના પ્રાથમિક સભ્ય પદે રાજીનામું ધર્યું છે, પક્ષમાં જૂથવાદનો ભોગ બનવાની ભીતિ વ્યક્ત ધરી હતી. ગત રવિવારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાના લોક સંપર્ક કાર્યાલયને ખુલ્લું મૂકવાના અવસરે માંડવી તાલુકા પંચાયત કોંગ્રેસના પ્રમુખ ગંગાબેન કલ્યાણજી સેંઘાણી, વાડીલાલ વિશનજી વાસાણી, સાવિત્રીબેન શાંતિલાલ જબુઆણી અને ઉષાબા મેઘુભા જાડેજા સહિત ચાર કોંગ્રેસીઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, જેથી કોંગ્રેસ શાસિત માંડવી તાલુકા પંચયત ભાજપના કેસરીયા રંગે રંગાઈ ગઈ હતી. કોંગ્રેસના પ્રતિક પર ચૂંટણી લડી પ્રજાએ મૂકેલા વિશ્વાસની પરવાહ કર્યા વિના ભાજપમાં વિધિવત જોડાય તે પહેલા ગુજરાત પ્રદેશના કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીને પત્ર લખીને કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો હતો. પત્રમાં કરાયેલા ઘટસ્ફોટમાં એવી ભીતિ દર્શાવવામાં આવી છે કે, આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટીમાં ચાલતા જૂથવાદનો અમો ભોગ બની શકીએ એમ હોવાથી કોંગ્રેસના પ્રાથમિક સભ્ય તરીકે રાજીનામું આપીએ છીએ.

    ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ જૂથવાદનો ભોગનું કારણ આગળ ધર્યું

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending