Divya Bhaskar

Home » Gujarat » Bhuj » Mandavi » ભાડઇ-ગંગાપરમાં ખનીજના ગેરકાયદે ઉત્ખનનનો પર્દાફાશ

ભાડઇ-ગંગાપરમાં ખનીજના ગેરકાયદે ઉત્ખનનનો પર્દાફાશ

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 03:00 AM

માંડવી તાલુકાના ભાડઇ-ગંગાપરના સીમાડામાં આવેલ સરકારી ટાવર્સની જમીનમાં લાંબા સમયથી કરાતા બેન્ટોનાઇટના ગેરકાયદે...

  • ભાડઇ-ગંગાપરમાં ખનીજના ગેરકાયદે ઉત્ખનનનો પર્દાફાશ
    માંડવી તાલુકાના ભાડઇ-ગંગાપરના સીમાડામાં આવેલ સરકારી ટાવર્સની જમીનમાં લાંબા સમયથી કરાતા બેન્ટોનાઇટના ગેરકાયદે ઉત્ખનનનો માંડવી મામલતદારની ટુકડીએ પર્દાફાશ કરી સ્થળ પરથી ખનીજ ચોરી માટે વપરાતા 1 કરોડ 33 લાખના વાહનો કબ્જે લઇ માપણી સહિતની કામગીરીનો ધમધમાટ આરંભ્યો છે.

    માંડવી મામલતદાર એચ.કે.ડાભીએ વિગત આપતાં કહ્યું કે અમને એવી બાતમી મળી હતી કે ભાડઇથી ગંગાપરને જોડતા સિમાડામાં છેલ્લા લાંબા સમયથી સરકારી ટાવર્સની જમીનમાંથી કેટલાક શખસો બેન્ટોનાઇટનું ગેરકાયદે ખોદાણ કરી રહ્યા છે. સુચીત બાતમીના આધારે સોમવારે બપોર બાદ અમારી ટીમે આ સ્થળ પર તપાસ કરતાં મોટી માત્રામાં બેન્ટોનાઇટની ચોરી થયાનું પ્રથમ નજરે જ જણાઇ આવ્યું હતુ઼.

    ...અનુસંધાન પાના નં.11







    જોકે તંત્રની તપાસ ટાંકણે સ્થળ પર ખનીજચોરી કરતા તત્વો નાસી છુટવામાં સફળ રહ્યા હતા પણ જે સ્થળે બેન્ટોનાઇટની ચોરી કરાતી હતી. તેના માટે ઉપયોગમાં લેવાતા વાહનો ત્યાંજ પડયા રહેતા તંત્રની ટીમે આ તમામ વાહનો ડિટેઇન કરી લીધા હતા. અઘટીત બનાવને ટાળવા માંડવી પોલીસના સ્ટાફને પણ સાથે રખાયાનું મામલતદારે પુરક વિગત આપતાં જણાવ્યું હતું.

    ખનીજચોરી માટે વપરાતા 9 આઇવા, 2 હિટાચી અને 1 લોડર સહિતના 12 વાહનોને ડિટેઇન કરી માંડવી પોલીસ મથકના હવાલે કરી દેવાયા હતા.

    મામલતદાર ડાભીએ જણાવ્યું કે બેન્ટોનાઇટની ચોરી થયાનું ધ્યાને ચડતાં ખાણખનીજ વિભાગને પણ જાણ કરાઇ હતી. ખાણખનીજ વિભાગના સર્વેયરો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને તેમણે માપણીની કામગીરી આરંભી હતી.

    બોકસ

    હે: માપણી બાદ ખનીજચોરીની સ્પષ્ટ આંક સામે આવશે

    મામલતદારની ટીમે કરેલી તપાસ બાદ ખાણખનીજ વિભાગની ટીમને પણ તપાસમાં સાથે જોતરવામાં આવી હતી. ખાણખનીજ વિભાગના સર્વેયરોઅે જે સ્થળે ખનીજચોરી ઝડપાઇ ત્યાં માપણીની કામગીરી આરંભી છે. માપણી બાદ કેટલી ખનીજચોરી કરાઇ તેનો સ્પષ્ટ આંકડો સામે આવશે. આ આંક સામે આવ્યા બાદ નિયમ અનુસાર આગળની કામગીરીનો દોર આરંભવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending