Home » Gujarat » Bhuj » Mandavi » નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ રાઠવાનું ફોર્મ મંજૂર

નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ રાઠવાનું ફોર્મ મંજૂર

Divyabhaskar.com | Updated - Mar 14, 2018, 02:55 AM

રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાનો નો ડયૂ સર્ટીફિકેટ ખોટું હોવાની ભાજપે રજૂઆત કરતા સતત સાડા...

  • નાટ્યાત્મક ઘટનાક્રમ બાદ રાઠવાનું ફોર્મ મંજૂર
    રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાનો નો ડયૂ સર્ટીફિકેટ ખોટું હોવાની ભાજપે રજૂઆત કરતા સતત સાડા ચાર કલાક સુધી રાજકીય ખેચતાણ ચાલી હતી. છેવટે કોંગ્રેસના નારણ રાઠવા, અમિબેન યાજ્ઞિક, ભાજપના પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, કિરીટસિંહ રાણા ઉપરાંત કોંગ્રેસ સમર્થિત પી.કે.વાલેરા મળીને કુલ છ ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા હતા. આમ છતા ભાજપે રાઠવાના મુદ્દે કેન્દ્રિય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરવાની જાહેરાત કરી છે. હવે તા. 15મી માર્ચ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કેટલા ઉમેદવારો ચૂંટણી લડશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

    ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી અધિકારી સમક્ષ મંગળવારે હાથ ધરાયેલી ઉમેદવારોના ફોર્મ ચકાસણીમાં છેવટે નારણ રાઠવા પાર ઉતર્યા હતા. ફોર્મ ચકાસણીને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા એકબીજાના ઉમેદવારોનું પત્તું કાપવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોએ રજૂ કરેલાં પુરાવા ખોટા અને અપૂરતા હોવાનું કહીને બન્ને પક્ષો દ્વારા દિવસભર એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપોનો સિલસિલો ચાલુ રાખવામાં આવ્યો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓએ પોત-પોતાના પક્ષ તરફથી દલીલો કરીને ઉમેદવારીપત્રકો મંજૂર કરવાની દાવેદારી કરી હતી. અપક્ષ ઉમેદવાર પરેશ મુલાણીનું ફોર્મ જરૂરી પુરાવા ના અભાવે રદ્દ કરાયું હતું.

    ભાજપના ઉમેદવારો સામે કોંગ્રેસના વાંધા

    ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના ફોર્મમાં તેમના હસ્તાક્ષર અને સરનામું ખોટું હોવાનો, મનસુખ માંડવીયાએ રજૂ કરેલું સરનામું અપૂરતુ હોવાનો અને કીરીટસિંહ રાણાના ફોર્મમાં ટેકેદાર ધારાસભ્યોની સહીમાં ગરબડી હોવા સહિતના વાંધાઓ કોંગ્રેસ દ્વારા ઉઠાવાયા હતાં.

    રાઠવાના ‘નો ડયૂ’ની લોકસભા સ્પીકરને રજૂઆત

    કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાને એક જ દિવસમાં લોકસભામાંથી નો ડયૂ સર્ટીફિકેટ મળી જતા ભાજપના સાંસદ સુરેશ અંગાણીએ લોકસભાના સ્પીકરને રજૂઆત કરી છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, તાત્કાલિક સર્ટીફિકેટ કઇ રીતે મળ્યું અને કયાં આધારે મળ્યું તેની તપાસ થવી જોઇએ. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ભાજપ રાઠવાના નો ડ્યુ પ્રમાણપત્ર મુદ્દે કેન્દ્રીય ચૂંટણીપંચ સમક્ષ રજૂઆત કરશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending

વીડિયો વધુ જુઓ