• Gujarati News
  • માંડવીમાં છાત્રના પરિવારને સહાયનો ચેક અપાયો

માંડવીમાં છાત્રના પરિવારને સહાયનો ચેક અપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત26મી જાન્યૂઆરીના માંડવીની શાળાના પહેલા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું બાઇક અડફેટે મૃત્યુ થવાથી સરકારી યોજના \\\"વિદ્યાદીપ’ના આર્થિક સહયોગથી તેમના પરિવારને અરધા લાખનો ચેક રાષ્ટ્રીય શિક્ષણદિને તાલુકા પંચાયતના પ્રમુખના હસ્તે અપાયો હતો.

શહેરની જૈન નૂતન શાળાનં-3માં કિશન પટ્ટણીનું બાઇક અડફેટે મોત થવાથી શાળાના સહયોગથી તેમના પરિવારને યોજના અંતર્ગત 50 હજારની સહાય અપાઇ હતી, જેનો ચેક તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે અપાયો હતો. આચાર્ય પુનિતભાઇ વાસાણી, દિનેશભાઇ શાહ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલ દોશીનો સહયોગ સાંપડ્યો હતો.