• Home
  • Gujarat
  • Bhuj
  • Mandavi
  • બિદડા ગ્રામ પંચાયત ગટર લાઇનમાં ભ્રષ્ટાચારના મુદ્દે અદાલતમાં ફરિયાદ

બિદડા ગ્રામ પંચાયત ગટર લાઇનમાં ભ્રષ્ટાચારના મુદ્દે અદાલતમાં ફરિયાદ

માંડવીતાલુકા બિદડા ગ્રામ પંચાયત વિવેકાધીન યોજના હેઠળ 4 લાખના ખર્ચે ગટર લાઇનના કામમાં નાણાંની ઉચાપત કરવામાં અાવી...

DivyaBhaskar News Network | Updated - Feb 06, 2016, 02:45 AM
બિદડા ગ્રામ પંચાયત ગટર લાઇનમાં ભ્રષ્ટાચારના મુદ્દે અદાલતમાં ફરિયાદ
માંડવીતાલુકા બિદડા ગ્રામ પંચાયત વિવેકાધીન યોજના હેઠળ 4 લાખના ખર્ચે ગટર લાઇનના કામમાં નાણાંની ઉચાપત કરવામાં અાવી હોવાથી માંડવી કોર્ટમાં ફરીયાદ દાખલ કરવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.

ગામના ચંપાબેન સંઘારના આક્ષેપ મુજબ 2014ની સાલમાં વિવેકાધિન યોજનાની ગ્રાન્ટ સબબે 4 લાખના ખર્ચે દાતણીયાવાસમાં કામ કરવામાં આવ્યા હોવાના પ્રકરણમાં કોન્ટ્રાક્ટરને રાખવા નહીં તેવા લખાણ હોવા છતાં પંચાયતની મિલિભગત કોન્ટ્રાકટરને કામની રકમ ચૂકવી લેવામાં આવી હતી. કામમાં 20 ગટરની ચેમ્બરો નાખવાની હતી, જેની કિંમત 70 હજાર હતી, કોન્ટ્રાકટર દ્વારા આવી કોઇ ચેમ્બરો નાખવામાં આવી હોઇ ભ્રષ્ટાચાર આચાર્યો હતો. તાલુકા વિકાસ અધિકારી, માર્ગ મકાન વિભાગ, બાંધકામ શાખાએ ચકાસણી કર્યા વિના કામોને કમ્પ્લિશન સર્ટીફિકેટ આપી દેવામાં આવતા ગેરરીતિ પ્રકાશમાં આવી હતી.

વાસ્તિવકતામાં પૂરી ગટરલાઇનોમાં ચેમ્બરો નાખવામાં આવી હોવા છતાં કામ પૂર્ણ થયાનું ગણી ચેકથી બિલ દેવાની રકમ ચૂકવી દેવાતાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ગામની અગ્રણી મહિલા ચંપાબેન સંઘારે બાબતની ગામના વકીલ પુપુલ સંગાર મારફતે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.

ગેરરીતિ આચાર્યા બાબતે તપાસની માંગ

X
બિદડા ગ્રામ પંચાયત ગટર લાઇનમાં ભ્રષ્ટાચારના મુદ્દે અદાલતમાં ફરિયાદ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App