• Gujarati News
  • National
  • બોર્ડમાં ઓછા રિઝલ્ટને કારણે કપાતી શાળાઓની ગ્રાન્ટના નિયમોમાં ફેરફાર

બોર્ડમાં ઓછા રિઝલ્ટને કારણે કપાતી શાળાઓની ગ્રાન્ટના નિયમોમાં ફેરફાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યશાળા સંચાલક મંડળ અને રાજ્ય આચાર્ય મંડળ દ્વારા શાળાઓને મળતી ગ્રાન્ટ તથા બોર્ડના પરિણામથી ઓછા આવતાં પરિણામની શાળાની ગ્રાન્ટમાં કાપ મુકવાની નીકિરીતિમાં સુધારો કરવાની સતત માંગ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં રાજ્ય સરકારે બંને મુદ્દા પર ચર્ચા વિચારણા કરી જાહેર કરેયાલા ધારાધોરણને આવકારી ખુશી વ્યક્ત કરી હતી.

ગાંધીગર ખાતે સંયુક્ત સચિવ એન. એલ. પૂજારા, ઉપસચિવ કે. એમ. પુરોહિત સંયુક્ત શિક્ષણ નિયામક પી. એમ. જોષીયારા, નાયબ નિયામક એ. કે રાઠોડ તથા સંચાલક મંડળના પ્રમુખ અંબુભાઈ પટેલ, નારણભાઈ પટેલ તથા શબ્બીરભાઈ પટેલ અને મહેશભાઈ ભટ્ટની હાજરીમાં બેઠક મળી હતી. જેમાં શાળાઓને મળતી ગ્રાન્ટમાં વધારો તથા બોર્ડ પરિણામ આધારે ગ્રાન્ટમાં કાપ મૂકવાની નીતિમાં કરાયેલા સુધારાને સૌએ આવકારી લીધો હતો.

અંગે રાજ્ય આચાર્ય મંડળના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે સંચાલક મંડળ અને આચાર્ય સંઘે પણ રાજ્ય સરકારને વારંવાર રજૂઆતો કરી હતી. ત્યારે સરકારના હકારાત્મક નિર્ણય શિક્ષણ જગતને આવશ્ય હિતકર્તા રહેશે.

ગ્રાન્ટમાં કરાયેલા વધારામાં 1થી 5 વર્ગની શાળામાં ત્રણ હજાર જ્યારે 6થી 30 વર્ગની સુધીની શાળાઓ માટે 2500 અને 30 વધુ વર્ગ ધરાવતી શાળાઓ માટે 1650 રૂપિયાની ભલામણ કરવામાં આવી હતી. જ્યારે બોર્ડના પરિણામથી ઓછા પરિણામની શાળાની ગ્રાન્ટમાં શાળાની કુલ ગ્રાન્ટમાંથી કપાત કરવામાં આવતી જેથી ધોરણ 9ના વર્ગની ગ્રાન્ટ સહિત કુલ ગ્રાન્ટમાંથી નાણાં કપાતા હતા.

જોગવાઈમાં ફેરફાર કરી બોર્ડમાં નાપાસ વિદ્યાર્થીઓના માથાદીઠ 300 કાપવાની જાહેરાત કરતાં રાહત અનુભવી હતી. સરકારની ગ્રાન્ટ કાપની નવી જોગવાઈ આર્થિક રીતે ભાંગી પડેલી સંસ્થા માટે આશીર્વાદરૂપ છે.

શૈક્ષણિક સંસ્થાઓને અપાતી ગ્રાન્ટમાં વધારો કરાયો

અન્ય સમાચારો પણ છે...