તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાલાવડમાં સફાઇના અભાવે વકરતો રોગચાળો, નગરજનોમાં ભય સર્જાયો

કાલાવડમાં સફાઇના અભાવે વકરતો રોગચાળો, નગરજનોમાં ભય સર્જાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલાવડમાંપાણી અને સિંચાઇ અંગેની સમસ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે નગરપાલિકાના આયોજનનો અભાવ અને લોકોની બેદરકારીના પગલે હાલત કફોડી બની છે જ્યારે, નગરમાં સફાઇ માટે જંગી નાણા ખર્ચાય છે છતાં સફાઇ થતી નથી.

શહેરમાં દર ચાર - પાંચ દિવસે પાણીનું વિતરણ થાય છે અત્યારે પાણીના સ્ટોરેજ માટે ચાર ઉચી ટાંકી છે. પહેલા એક હતી ત્યારે પણ આટલા દિવસે પાણીનું વિતરણ થતું હતું ત્યારે સવાલએ થાય કે વધારાની ટાંકી બનાવવાનો ખર્ચ કર્યા પછી પણ વ્યવસ્થામાં કોઇ ખાસ સુધારો નથી. તો આટલા નાણા ખર્ચ કરવાનો અર્થ શું તેથી આના માટે પાલિકાના આયોજનનો અભાવ સ્પષ્ટ વર્તાય છે હાલના પાણી વેરામાં વધારો કરી છસ્સો રૂપિયા કરવાનો ઠરાવ થઇ ગયો છે પ.રંતુ વિતરણ વ્યવસ્થામાં ફેરફાર કરવાનો વિચાર સતાધીશો કરતા નથી. અમુક ઝોનમાં ત્રીસ કનેકશન છે જયારે અમુક ઝોનમાં દસ કનેકશન છે પરંતુ દરેક ઝોનમાં એક કલાક પાણી વિતરણ થાય છે.

પ્રકારે શહેરમાં સફાઇને લગતી સમસ્યા છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા ટેકરા છે તેમજ સફાઇ કામમાં બેદરકારીથી કચરાના ઢગલા થઇ ગયા છે. ગટર અને રસ્તાની સફાઇ થયા બાદ કચરો તુરંત વાહનમાં ભરાતો હોય પરિસ્થિતિ જયાની ત્યાં રહે છે. સફાઇ કામદારો કયારે સફાઇ કરીને જતા રહે છે તેની ખબર પડતી નથી અમુક વિસ્તારો કાલાવડની હદ બહાર હોય તેમ કયારેય સફાઇ થતી નથી. નદીમાં ગટરના પાણીનો યોગ્ય નિકાલ થવાથી મચ્છર ઉત્પતિ કેન્દ્રમાં પરિવર્તિત થયા છે.

ટિપરવાન આવતી હોવા છતાં ઠેરઠેર ગંદકી

સફાઇનીસમસ્યા માટે કંઇક અંશે પ્રજાને પણ એટલી જવાબદાર ગણવામાં આવે છે ઘરે-ઘરે નગરપાલિકાનું વાહન કચરો ઉધરાવવા આવતું હોવા છતા઼ લાેકો રસ્તા પર જયા ત્યાં કચરો નાખે છે માટે પ્રજાના પ્રતિનિધિઓ અને નવનિયુકત ચીફ ઓફિસર સમસ્યાઓ પ્રત્યે ગંભીરતાથી ધ્યાન આપી નિરાકરણ કરે એવી માંગ છે.

નગરપાલિકા તંત્રની અણઆવડતનો ભોગ નગરજનો બનશે

સમગ્ર શહેરમાં પાણી વિતરણના ધાંધિયા ચરમસીમાએ પહોંચ્યા

અન્ય સમાચારો પણ છે...