તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઓખા અને કાલાવડ નગર પાલિકામાં ભાજપની જીત

ઓખા અને કાલાવડ નગર પાલિકામાં ભાજપની જીત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીની અસર કોંગ્રેસ વિરૂધ્ધ જોવા મળી

નોટબંધીને ગ્રામ્ય પ્રજાની લીલીઝંડી

કાલાવડ, ઉપલેટા અને ઓખામાં પણ નગરપાલિકાની એક-એક બેઠકની ચૂંટણીમાં ભાજપ વિજયી

સૌરાષ્ટ્રમાં પંચાયત-પાલિકાની પેટાચૂંટણીમાં કેસરિયો

તા.પં.ની મધ્યસત્ર ચૂંટણીમાં કુલ 22માંથી 18 બેઠકો ભાજપને ફાળે

ગોંડલ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો, પંજાને કારમી પછડાટ

દ્વારકાનાઓખા નગરપાલિકા અને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાની પેટા ચુંટણી રવીવારના રોજ યોજવામા આવી હતી. જે બન્ને બેઠકો પર ભગવો લહેરાયો હતો. નોટબંધી અસર સમગ્ર ગુજરાતમા કોંગ્રેસની વિરૂધ્ધ જોવા મળી હતી તેમ કાલાવડ અને ઓખામા પણ જોવા મળી હતી.

કાલાવડ નગરપાલિકાના વોર્ડ નં 3 ના ઉમેદવાર રમેશભાઇ બટુકભાઇ ઝાંપડાનંુ અકસ્માતે નિધન થયુ હોવાથી પેટા ચુંટણી યોજવામા આવી હતી. મા કાલાવડ નગરપાલિકાની વોર્ડ નં 3 ની પેટાચુંટણીમા રવીવારે 65.66 ટકા મતદાન નોંધાયુ હતુ. કુલ 3291 મતદારો માથી 2161 મતદારોએ મતદાન કર્યુ હતુ. તેમા કોંગ્રેસમાથી હનીફભાઇ એડવોકેટ અને ભાજપમાથી પ્રતાપભાઇ ભરવાડ ઉભા રહ્યા હતા. જેમા ભાજપ ઉમેદવાર પ્રતાપભાઇ મકવાણાએ 1138 મત સાથે 191 મતે વિજય મેળવ્યો હતો. તેમજ કોંગી ઉમેદવારને 947 મત મળ્યા હતા. નોટામા 76 મત પડયા હતા.

ઓખામા વોર્ડ નં 3ના સભ્ય કાકુભાઇ સિંઘવાએ નતંદુરસ્તીના કારણે રાજીનામુ આપ્યુ હતુ. તે સંદર્ભે વોર્ડ નં 3 ની પેટા ચુંટણી યોજાઇ હતી. જેમા કોંગ્રેસમાથી કમલેશ રોશીયા અને ભાજપમાથી શાંતીભાઇ ચાવડાએ દાવેદારી નોંધી હતી. જેમા ભાજપ ઉમેદવાર શાંતીભાઇ ચાવડાને 892 મત મળ્યા હતા. તેમનો જવલંત વિજય થયો હતો. જ્યારે કોંગી સભ્ય કમલેશ રોશીયાને 606 મત મળ્યા હતા. 22 મત નોટામા પડયા હતા.

વિજેતા ઉમેદવારનું શુભેચ્છા સરઘસ નીકળ્યું હતું.તસવીર- િહમાશુપુરોહિત

તા. પં.ની ચૂંટણીના વિજેતા ઉમેદવારોની યાદી

ક્રમબેઠક વિજેતા પક્ષ સરસાઇ

1આંબરડી પુરીબેન મકવાણા ભાજપ 1200

2 ચરખડી રામજીભાઈ ઝાપડા ભાજપ 1299

3 દડવા ચેતનાબેન વાળા ભાજપ 1735

4 દાળીયા વિરલબા શક્તિસિંહ જાડેજા ભાજપ 4624

5 દેરડી શ્રુતિબેન મોંણપરા ભાજપ 1318

6 દેવચડી ભાણજીભાઈ સોલંકી ભાજપ 1318

7 ઘોઘાવદર જયશ્રીબેન ચોવટીયા કોંગ્રેસ 389

8 ગોમટા કાજલબેન કથરોટિયા ભાજપ 1200

9 ગુંદાળા અલ્પાબેન રૂપરેલિયા ભાજપ 1550

10 કમઢિયા કંચનબેન ડોબરિયા ભાજપ 994

11 કેશવાળા ઇલાબેન ડોબરીયા ભાજપ 1159

12 કોલીથડ રેખાબેન વિરડિયા ભાજપ 774

13 મોટીખીલોરી જગદીશભાઈ દૂધાત ભાજપ 620

14 મોવિયા-1 વિજય કુમાર ખૂંટ કોંગ્રેસ 222

15 મોવિયા-2 કિશોરભાઈ અંદીપરા કોંગ્રેસ 102

16 નવાગામ સ્મિતાબેન રાઠોડ ભાજપ 1752

17 શેમળા સિદ્ધરાજસિંહ જાડેજા ભાજપ 4706

18 શિવરાજગઢ ધીરજલાલ વોરા ભાજપ 1210

19 શ્રીનાથગઢ ભગવતસિંહ વાઘેલા કોંગ્રેસ 90

20 સુલતાનપુર દામજીભાઇ ગોંડળિયા ભાજપ 1165

21 ત્રાકુડા પ્રફુલભાઈ ટોળિયા ભાજપ 1599

22 વાસાવડ હરદેવસિંહ જાડેજા ભાજપ 1220

ગોંડલ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસેથી 8 બેઠક છીનવી લીધી, ગત વખતે ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટાઈ થઈ’તી

સુિજત બોઝ

કાલાવડના ભાજપ વિજેતા સદસ્ય.

અન્ય સમાચારો પણ છે...