Divya Bhaskar

Home » Gujarat » Jamnagar Jilla » Kalawad » કાલાવડના નવાગામમાં તાલુકાશાળામાં ધો.1 માં અભ્યાસ કરતા છાત્રએ હોમવર્ક

કાલાવડના નવાગામમાં તાલુકાશાળામાં ધો.1 માં અભ્યાસ કરતા છાત્રએ હોમવર્ક

Divyabhaskar.com | Updated - Mar 07, 2018, 02:30 AM

કાલાવડના નવાગામમાં તાલુકાશાળામાં ધો.1 માં અભ્યાસ કરતા છાત્રએ હોમવર્ક ન કરતાં શિક્ષકનો પીતો જતાં લાકડી વડે...

  • કાલાવડના નવાગામમાં તાલુકાશાળામાં ધો.1 માં અભ્યાસ કરતા છાત્રએ હોમવર્ક

    કાલાવડના નવાગામમાં તાલુકાશાળામાં ધો.1 માં અભ્યાસ કરતા છાત્રએ હોમવર્ક ન કરતાં શિક્ષકનો પીતો જતાં લાકડી વડે છાત્રને માર મારતાં પગમાં ભરોળ ઉઠી આવતાં સારવાર અર્થે આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયો હતો.બનાવના પગલે શિક્ષણજગતમાં ભારે ચકચાર જાગી છે તો શિક્ષક પ્રત્યે ભારે રોષની લાગણી ફેલાઇ છે.

    જિલ્લાભરમાં ચકચાર જગાવનાર બનાવની મળતી વિગત અનુસાર નવાગામા પ્રાથમિક શાળા નં.1 માં અભ્યાસ કરતાં છાત્ર મીહીર જીતેન્દ્રભાઇ રાઠોડ શિક્ષકે આપેલું હોમવર્ક કર્યા વગર શાળાએ ગયો હતો.આથી શાળાના શિક્ષક કાંતિભાઇ જીણાભાઇ અકબરી ઉશ્કેરાઇ ગયા હતાં અને હોમવર્ક જેવી નજીવી બાબતે મીહીરને લાકડી વડે માર માર્યો હતો.મારને કારણે છાત્રએ ચીસો પાડતાં અન્ય છાત્રોમાં પણ ભયનું લખલખું પ્રસરી ગયું હતું.બનાવના પગલે શાળાના અન્ય શિક્ષકો એકઠા થઇ ગયા હતાં અને છાત્રના માતા-પિતાને જાણ કરી હતી.આથી મીહીરના પિતા જીતેન્દ્રભાઇ અને માતા તાકીદે શાળાએ દોડી આવ્યા હતાં.જયાં શાળાના રૂમમાં પીડાથી કણસતા બાળકને સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસડયો હતો.

    બીજી બાજુ છાત્રને લાકડી વડે માર મારનાર શિક્ષક શાળા છોડી જતો રહ્યો હતો.બનાવના કારણે વાલીઓ અને ગ્રામજનોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે અને શિક્ષક સામે આકરા પગલાં લેવા માંગણી કરી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending