Divya Bhaskar

Home » Gujarat » Jamnagar Jilla » Kalawad » કાલાવડમાંથી સર્ગભાનું ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરતાં ગાયનેક તબીબને જિલ્લા પંચાયતના

કાલાવડમાંથી સર્ગભાનું ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરતાં ગાયનેક તબીબને જિલ્લા પંચાયતના

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 02:20 AM

કાલાવડમાંથી સર્ગભાનું ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરતાં ગાયનેક તબીબને જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીએ પકડી પાડતાં...

  • કાલાવડમાંથી સર્ગભાનું ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરતાં ગાયનેક તબીબને જિલ્લા પંચાયતના

    કાલાવડમાંથી સર્ગભાનું ગેરકાયદે ગર્ભપરિક્ષણ કરતાં ગાયનેક તબીબને જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારીએ પકડી પાડતાં ભારે ચકચાર જાગી છે.ગેરકાયદે ગર્ભપરિક્ષણની ફરિયાદોને આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં પરિક્ષણ કરતા હોવાની તબીબે કબૂલાત આપતા ચકચાર જાગી છે. કાલાવડમાં સામૂહીક આરોગ્ય કેન્દ્ર સામે પર્લ વુમન નામની ખાનગી હોસ્પિટલ ધરાવતાં ગાયનેક ડો.પૃથ્વીરાજ કુબાવત(એમબીબીએસ,ડીજીઓ) પોતાની હોસ્પિટલમાં પીસીટીએનડીટી એકટનો ભંગ કરી સગર્ભાનું ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતાં હોવાની ફરિયાદો જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને મળી હતી.જેના આધારે બુધાવારે બપોરે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.જે.પંડયાએ સાક્ષીઓ સાથે સગર્ભા મહીલાને પરિક્ષણ અર્થે ડો.પૃથ્વીરાજની હોસ્પિટલમાં મોકલી હતી.જયાં ડો.પૃથ્વીરાજ નિયમ મુજબ ફોર્મ એફ ભર્યા વગર તેમજ તેમાં સગર્ભાની સહી લીધા વગર ગર્ભપરિક્ષણ કરી આપ્યું હતું.આથી નિયમના ભંગ સબબ જિલ્લા આરોગ્ય અધિકારીએ ધોરણસરની કાર્યવાહી કરી તબીબનું નિવેદન લીધું હતું.જેમાં ડો.પૃથ્વીરાજે ફોર્મ એફ ભર્યા વગર અને સહી લીધા વગર ગર્ભ પરિક્ષણ કર્યાની કબૂલાત આપી હતી.

    મીટીંગમાં નિર્ણય બાદ કોર્ટમાં ફરિયાદ થઇ શકે

    જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.જે.પંડયાએ જણાવ્યું હતું કે પીસીટીએનડીટી એકટ કમીટીની મીટીંગ મળે છે.જેમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરનાર તબીબ સામે શું કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય બાદ આ મુદે તબીબ વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ થઇ શકે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Gujarat

Trending