• Gujarati News
  • આદિપુર ખાતે તાલુકા ક ાાની ચિંતનશિબિર વહીવટી

આદિપુર ખાતે તાલુકા ક ાાની ચિંતનશિબિર વહીવટી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુર ખાતે તાલુકા ક ાાની ચિંતનશિબિર વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તાલુકા ક ાાની નીતિ વિષયક લાંબા ગાળાની પડતર બાબતોની ચર્ચા કરી સંકુલમાં ફ્રી હોલ્ડ જમીન પૂર્વ કરછ માટે મહેસૂલી જિલ્લાની રચના કરવા તથા કરછના મહારાવે કોઇપણ ચાર્જ લીધા વિના આપેલી કેપીટીને જમીનને કમાણીનું સાધન ન બનાવે તે સમયનો તકાજો છે તેવો સૂર વ્યકત કર્યોહતો.
જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આદિપુર ખાતે ચિંતનશિબિર યોજવામાં આવી હતી. આ ચિંતનશિબિરમાં ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ બચુભાઇ આહિરે કરછના વિકાસ માટે રાજય સરકારના અભિગમને બિરદાવી જણાવ્યું હતું કે, સંકુલના સવાôગી અને સંતુલીત વિકાસને અવરોધક એવા પરીબળોમાં સંકુલની જમીન ફ્રી હોલ્ડનો પ્રશ્ન છે. ચેમ્બરની ચાર દાયકાની લડત બાદ માત્ર રહેણાક અને કમ્પોઝીટ ઝોનની જમીન ફ્રી હોલ્ડ કરવામાં આવી છે. વાસ્તવમાં ઔધોગિક અને વાણિજય હેતુની જમીનનો પણ સમાવેશ થવો જોઇએ. મહારાવે સઘળી જમીન ઉમદા આશયથી કોઇપણ ચાર્જ વગર આપી હતી. કંડલા પોટર્ ટ્રસ્ટ તેને કમાણીનું સાધન ન બનાવે તે સમયનો તકાજો છે. હવે રાજય અને કેન્દ્રમાં એક જ પ ાની સરકાર છે, ત્યારે સઘળી જમીન રાજય સરકાર હસ્તક જ કરે તે જરૂરી છે. આમ થતાં આંટીઘુંટીવાળા પ્રશ્નોનું નિરાકરણ આવશે અને નાગરિકો પટ્ટાધારકને બદલે જમીનના માલિક બની જશે. આ ઉપરાંત ગાંધીધામ નગરપાલિકાને કોર્પોરેશનનો દરજજો આપવા આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ પૂર્ણપણે કાર્યરત કરવા ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં કાયમી સચિવની નિમણૂક અને બોર્ડમાં પ્રજાના પ્રતિનિધિની નિમણૂક કરવા માગણી કરી છે. આહિરે આ ચિંતનશિબિરમાં જણાવ્યું છે કે, આ ઉપરાંત અન્ય પ્રશ્નો પૂર્વ કરછ માટે મહેસૂલી જિલ્લાની રચના, રામબાગ હોસ્પિટલને અપગ્રેડ કરવી, સંકુલમાં વિ ોપ રહીત વીજ પુરવઠો જાળવવા અને લાંબા ગાળાનું આયોજન કરવું જરૂરી છે. કંડલા એરોડ્રમ કાર્યરત કરવા, મુન્દ્રાથી કંડલા- અમદાવાદ અવરજવર કરતા વાહનની આદિપુરના રહેણાકના વિસ્તારમાં ન પ્રવેશે તે માટે પ્રવેશબંધી લાગુ કરવા તથા શહેરમાં ઠેકઠેકાણે કરવામાં આવતાં અનઅધિકત દબાણો હટાવવા સહિતની રજૂઆત કરી હોવાનું ચેમ્બરના માનદ મંત્રી મૂરલીધર જગાણીની યાદીમાં જણાવાયું છે.
અનઅધિકત દબાણના મુદ્દાનો સળવળાટ
ગાંધીધામ-ગાંધીધામમાં અનઅધિકત દબાણો ઠેર-ઠેર જોવા મળે છે. ગેરકાયદે બાંધકામથી વિવિધ પ્રશ્નો ઊભા થાય છે. વખતોવખત ફરિયાદ કરવામાં