તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોર્ટના ક્લાર્કે ખાયકી કરતાં ફોજદારી

કોર્ટના ક્લાર્કે ખાયકી કરતાં ફોજદારી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ કોર્ટમાં સેવારત ન્યાય ખાતાના એક કર્મચારીએ પોતાની સેવાના સમયગાળા દરમિયાન એન.સી. સહિતના કેસોમાં લેવાના દંડની રકમ રજિસ્ટરમાં ચડાવી, બારોબાર ખીસ્સામાં સરકાવતાં તેના વિરૂદ્ધ તપાસ બાદ આખરે આદિપુર પોલીસ મથકમાં ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગાંધીધામ કોર્ટમાં આસી. જુની. ક્લાર્ક તરીકે સેવા દરમિયાન બી.કે.ઓઝા દ્વારા ગાંધીધામ ખાતે એસ.ડી. કોર્ટમાં પોતાની ફરજ દરમિયાન, પોલીસ દ્વારા રજૂ થતી ફરિયાદો તથા તેમાં કોર્ટ દ્વારા ફરમાવવામાં આવતા દંડની રકમો રજિસ્ટરમાં ચડાવી તથા સરકારમાં જમા કરાવી દંડની રકમની બારોબાર ખાયકી કરી ઉચાપત કરતા વિરૂદ્ધ તપાસ બાદ ગાંધીધામ ન્યાયાલયના રજિસ્ટ્રાર ગુલાબભારથી ખીમભારથી ગુંસાઇ દ્વારા આદિપુર પોલીસમાં વિધિવત ઉચાપતની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. કર્મચારીએ એન.સી. પ્રકારના કેસોમાં થતા દંડની રકમની ઉચાપત કરી હોવા સબંધે જે-તે વખતે ફરિયાદો થતાં તે વિરૂદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી જે પછી નાણાકીય ખાયકી થયાનું સામે આવતાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. ફરિયાદના પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. દરમિયાન, આવા કેટલા કેસોમાં તથા કેટલી નાણાકીય ખાયકી થઇ હતી તે આંકડો સ્વાભાવિક રજિસ્ટરમાં નોંધ હોવાથી નક્કી થઇ શકે એવી સ્થિતિ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

ન્યાયની દેવીના મંદિરમાં ગુનો : NC કેસ-દંડની રકમ ચોપડે ચડાવાતી હતી

અન્ય સમાચારો પણ છે...