તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શૌચાલય મુદ્દે શહેર ભાજપમાં કમઠાણ, નવા જૂનીના એંધાણ

શૌચાલય મુદ્દે શહેર ભાજપમાં કમઠાણ, નવા-જૂનીના એંધાણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોર્ડનં. 7માં ચાવલા ચોક વિસ્તારમાં બનાવવામાં આવેલું શૌચાલય હાલ ભાજપમાં વિવાદનું કેન્દ્ર બની ગયું છે. અગાઉ દોઢ વર્ષથી ચાલતી યોજના અંગે અવારનવાર આમને-સામને બે જૂથ આવી ગયા હતા. હવે આગામી દિવસોમાં અનધિકૃત બાંધકામ મુદ્દે ભાજપમાં મોવડી મંડળ દ્વારા નોંધ લેવામાં આવતાં આગામી દિવસોમાં નવા-જૂનીની શક્યતા નકારી શકાતી નથી.દરમિયાન બે જૂથ વચ્ચેની લડાઇમાં લોકોના કામો અટવાઇ જવાની દહેશત છે.

શનિવારે ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી એક કાર્યક્રમમાં થઇ હતી.જેમાં શૌચાલયનો મુદ્દાની સાથે અન્ય કાર્યક્રમોમાં કેમ હાજર રહેતા નથી અંગે પણ શાબ્દીક ટપાટપી થઇ હોવાની વિગત ભાજપના વર્તુળોમાંથી મળી રહી છે. સફાઇ મુદ્દે પાલિકા નિષ્ફળ ગઇ છે. ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની કામગીરી વિવાદાસ્પદ બનેલી છે. ભાજપની ગત બોડી વખતે સફાઇના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવતો હતો.

ગેરકાયદે બાંધકામ ઘણા છે તે મુદ્દે ભાજપ કેમ ચૂપ

ભાજપનુંએક વર્તુળ ગેરકાયદે બાંધકામ હોવાથી શૌચાલય તોડી પાડવું જોઇએ તેવી માગણી કરી રહ્યું છે. હકીકતે સંકુલમાં કૂદકે ને ભૂસકે ગેરકાયદે બાંધકામ થઇ રહ્યા છે. બાંધકામ પણ તોડવા માટે અવારનવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઇ પગલાં ભરવામાં આવ્યાં નથી. હવે ભાજપના આગેવાનો મુદ્દે કેવું વલણ દાખવે છે તેની ઉપર રહીશોની મીટ મંડાણી છે.

અન્ય સમાચારો પણ છે...