• Gujarati News
  • National
  • સેક્ટર વિસ્તારમાં પાણી તબક્કાવાર પહોંચાડવાનો પ્રયાસ કરાયાનો દાવો

સેક્ટર વિસ્તારમાં પાણી તબક્કાવાર પહોંચાડવાનો પ્રયાસ કરાયાનો દાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી-રાજકોટરોડ પર વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતાં ઢાંકી પાસે નર્મદાના પમ્પિંગ સ્ટેશન અવરોધાયું હતું. મરંમતની કામગીરીના પગલે પાણીનો પુરવઠો બંધ રહેશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન, ગાંધીધામ પાલિકાના પાણી વિભાગના વર્તુળોના જણાવ્યા મુજબ મોડી રાત્રે થોડુંક પાણી આવતાં તે તબક્કાવાર સપ્લાય કરવામાં આવ્યું હતું.

જોકે, વરસામેડી ખાતે મૂકવામાં આવેલી બે મોટર પૈકી એક મોટર બંધ પડી છે. અંગે રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઇ પગલાં ભરાયા નથી. ત્રણ ફુટથી વધુ પાણીનું લેવલ થાય તો બે મોટરથી પાણી ખેંચી શકાય છે. હાલ એક મોટરથી કામ ચલાવવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...