તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોંગ્રેસને બદનામ કરવા કૃત્રિમ રીતે પાણીની અછત ઉભી કરાઇ

કોંગ્રેસને બદનામ કરવા કૃત્રિમ રીતે પાણીની અછત ઉભી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનગરપાલિકામાં નવા સિમાંકન પછી યોજાયેલા ચૂંટણીમાં 52માંથી 7 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. તેમાં વોર્ડ નં.1નો પણ સમાવેશ થાય છે. વોર્ડમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યે ચીફ ઓફિસરને પત્ર પાઠવીને છેલ્લા 30 દિવસથી અનિયમિત અને અપુરતો પાણીનો પુરવઠો આપી કૃત્રિમ રીતે માનવ સર્જિત અછત ઉભી કરી કોંગ્રેસને બદનામ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો છે.

વોર્ડ નં.1ના કોંગ્રેસના સભ્ય શીવરાજ ગઢવીએ ચીફ ઓફિસરને પત્ર પાઠવીને જણાવ્યું છે કે, વોર્ડ નં.1માં છેલ્લા 30 દિવસથી અનિયમિત અને અપુરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે છે. જેના કારણે પછાત અને ગરીબ વિસ્તારમાં પાણી વિના મજુર વર્ગના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બધી જગ્યાએ પાણી પુરતા પ્રમાણમાં આપવામાં આવે છે. આદિપુર વોર્ડ માટે પ્રશ્ન ઉઠાવી પાણી વ્યવસ્થા કૃત્રિમ રીતે માનવસર્જીત અછત ઉભી કરવામાં આવ્યાનો આક્ષેપ કરી તેના કારણમાં કોંગ્રેસના નગરસેવકો વિસ્તારમાંથી ચૂંટાયા હોવાથી તેને બદનામ કરવા અને મુશ્કેલી મુકાય તથા નગરસેવક અને પ્રજા વચ્ચે ગેરસમજ થાય તેવા રાજકીય કાવાદાવા કરવામાં આવી રહ્યા છે. બાબતે સમયસર પગલા ભરવામાં આવે તો લોકોનો રોષ ફાટી નીકળશે જેની નિશાન પાલિકા કચેરી બનશે.

કોંગ્રેસનો આક્ષેપ ખોટો

પાલિકાનીકારોબારી સમિતિના ચેરમેન તારા ચંદનાનીએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.1માં પાણીની કૃત્રિમ અછત ઉભી કરવાનો જે કોંગ્રેસના સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે તે તદ્દન ખોટો છે.

આદિપુર વોર્ડ નં.1માં પાણીના મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...