• Gujarati News
  • ગાંધીધામમાં વીજતારમાં તણખાથી નાસભાગ

ગાંધીધામમાં વીજતારમાં તણખાથી નાસભાગ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વીજકંપની દ્વારા પ્રિ-મોન્સુનની નબળી કામગીરીનો ભોગ લોકો બની રહ્યા છે. તાર બદલવાની કામગીરીમાં પણ કેટલાક સ્થળે કાગળ પર કામગીરી કરવામાં આવી હોય તેવી પ્રતિતિ થઇ રહી છે. શનિવારે બપોરના સમયે લીલાશાહ વિસ્તારમાં વીજ તારમાં અચાનક તણખા ઝરવા લાગતા નાસભાગ મચી ગઇ હતી. એક તબક્કે શેરીમાં જવાનો રસ્તો સુમસાન થઇ ગયો હતો.

વીજ કંપની દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ હકીકતે સામાન્ય વરસાદે પણ તેની પોલ ખોલી નાખી છે. ઉપરાંત જુદા જુદા સ્થળે લટકતા વાયરો અવારનવાર તુટી પડતાં તેનો ભોગ માનવી અને પશુ બને છે. તેવી ઘટના અગાઉ નોંધાઇ ચુકી છે. શનિવારે પણ આવો ગમખ્વાર બનાવ બનતાં સદ્દનશીબે બચી ગયો છે. લીલાશાહ વિસ્તારમાં આવેલી એક ડીસ્પેન્સરીની બાજુમાં ગલીમાં અચાનક વીજતારમાં બપોરના સમયે તણખા ઝરવા લાગ્યા હતા. મોટા અવાજ સાથે તણખા ઝરતા એક તબક્કે નાસભાગ મચી ગઇ હતી.