તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રેલવેના હેડ ટીસીનું સુપરફાસ્ટ ટ્રેન અડફેટે આવી જતાં કરૂણ મોત

રેલવેના હેડ ટીસીનું સુપરફાસ્ટ ટ્રેન અડફેટે આવી જતાં કરૂણ મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાસપનાનગરમાં રહેતાં અને રેલ્વેમાં ટિકીટ કલેકટર (ટીસી) તરીકે ફરજ બજાવતાં આધેડ શનિવારના બપોરના પ્લેટફોર્મ નં 2 થી 1 પર આવી રહ્યા હતાં. ત્યારે અકસ્માતે પડી જવાથી એસી સુપરફાસ્ટ ટ્રેન અડફેટે ચઢી જવાથી ચકદાઇ જવાથી ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

મૂળ રાજસ્થાનના અને હાલે સપનાનગર ગાંધીધામમાં રહેતાં રાજુસિંહ નાથુસિંહ ગુર્જર (44) રેલ્વેમાં ટીસી તરીકે ફરજ બજાવે છે. જે શનિવારના નિત્ય ક્રમ પ્રમાણે ફરજ પર હતાં. ત્યારે પ્લેટફોર્મ નં 2 પર ટ્રેન આવતાં ત્યાં ગયા હતાં. જ્યાંથી કામ પતાવી પરત ગાંધીધામ-બાંદ્રા એસી સુપરફાસ્ટ ટ્રેન આવતી હોવાથી બપોરના 12.15 વાગ્યાના અરસામાં પ્લેટફોર્મ નં 1 પર આવી રહ્યા હતાં. ત્યારે ટ્રેન આવી પહોંચી હતી. જેને પગલે ધીમી ગતિએ ટ્રેનમાં ચઢીને બીજી તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં. તે વેળાએ અકસ્માતે પગ લપસતાં શારિરીક સંતુલન ગુમાવી દેતાં નીચે પડી ગયા હતાં. જેના કારણે ટ્રેનના વ્હીલ ફરી વળતાં આધેડ કપાઇ ગયા હતાં. ઘટનાને પગલે દોડધામ મચી ગઇ હતી.

ટીસી ગતરાત્રિના પીધેલા પકડાયા હતા

પોલીસેજણાવ્યું હતું કે મૃતક ટીસી શુક્રવારની રાત્રીના ચિક્કાર નશામાં સપનાનગરમાં આંટા મારી રહ્યા હતાં. જેથી લોકો એકઠા થઇ ગયા હતાં. બાદમાં કોઇએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરતાં તાત્કાલિક બી ડિવીઝન પોલીસને દોડાવી હતી. જેને પગલે પોલીસ તેને લઇ આવી હતી. જોકે પોલીસમથકે આવતાની સાથે ટીસીનો તમામ નશો ઉતરી ગયો હતો. મોડીરાત્રીના 3 વાગ્યે પરિવારજનોએ પોલીસમથકે દોડી આવી જામીન પર મુકત કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...