તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીધામમાં ભૂગર્ભ કેબલનો પ્રોજેક્ટ બે વર્ષમાં પુરો કરાશે

ગાંધીધામમાં ભૂગર્ભ કેબલનો પ્રોજેક્ટ બે વર્ષમાં પુરો કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાઇક્લોન,ભૂકંપ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ બેંકની સહાયથી વીજ કંપની દ્વારા સમગ્ર રાજ્યમાં ગાંધીધામ- આદિપુરમાં 161.72 કરોડનો ઓવરહેડ અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રીક નેટવર્ક રૂપાંતરીતનો પ્રોજેક્ટ મંજુર કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત પાલિકા અને વીજ કંપનીના અધિકારીઓ સાથે આજે મહત્ત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. ત્રણ મહિનામાં ટેન્ડરની કામગીરી આટોપાયા બાદ બે વર્ષમાં પૂર્ણ થશે તેવી માહિતી બેઠકમાં આપવામાં આવી હતી. ઉપરાંત વિવિધ બાબતોની ચર્ચા કરાઇ હતી.

ગાંધીધામ-આદિપુરમાં વીજ કંપની દ્વારા મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટ અંતર્ગત ચીફ એન્જિનિયર પારેખની હાજરીમાં શુક્રવારે પાલિકાના અધિકારી- પદાધિકારી સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં વિવિધ બાબતોની માહિતી આપીને કેવી રીતે પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે તેની માહિતી આપી હતી. હાલના ઓવરહેડ એચ.ટી. અને એલટી લાઇન તથા સર્વિસ લાઇનોને અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફેરવવાની કામગીરી ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના નેશનલ સાઇકલોન રીસ્ક મીટીગેશન પ્રોજેક્ટ ફેઝ-2 હેઠળ કરવામાં આવનારી છે. વીજ કેબલ ઉપરાંત બીએસએનએલ તથા અન્ય જુદી જુદી કંપનીઓના કેબલ પણ એક સ્ટેંચમાં સમાવવામાં આવનારા છે. તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. બે વર્ષમાં પૂર્ણ થનારા પ્રોજેક્ટના ટેન્ડર ત્રણ મહિનામાં બહાર પાડવામાં આવી જશે. જોકે, મહત્ત્વની બાબત છે કે, વીજપોલ હટાવી લેવામાં આવે તો સ્ટ્રીટલાઇટ અને અન્ય લાઇટનો પ્રશ્ન ઉભો થાય તેમ છે. બેઠકમાં સુધરાઇ પ્રમુખ કાનજીભાઇ ભર્ચા, કારોબારી સમિતિના ચેરમેન તારા ચંદનાની, ચીફ ઓફિસર જીગર પટેલ, સીટી એન્જીનીયર પ્રકાશ જુરાણી વગેરે તથા વીજ કંપનીના અન્ય સ્થાનીક અધિકારીઓ હાજર રહ્યા હતા અને વિગતપૂર્વક માહિતીની આપલે કરી હતી.

16 કરોડની યોજના અંગે વીજતંત્ર-પાલિકાની બેઠક યોજાઇ

અમદાવાદની પેટર્ન અપનાવાશે

વીજ કંપનીના કાર્યપાલક ઇજનેર વિનોદ મહેશ્વરીએ ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ખાનગી કંપનીઓ દ્વારા અગાઉ અન્ડરગ્રાઉન્ડ કેબલ લાઇન નાખવામાં આવી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગરનો સમાવેશ થાય છે. પ્રાઇવેટ કંપનીઓએ કામગીરી કરી છે, જ્યારે ગાંધીધામમાં પ્રથમ વખત સરકારી ધોરણે વીજ કંપની કાર્યવાહી હાથ ધરનારી છે અને ઉપરોક્ત પેટર્ન મુજબ લાઇટ નાખવામાં આ‌વશે.

BSNLતથા અન્ય કંપનીને નગરપાલિકા પત્ર પાઠવશે

એકનેટવર્કના આધારે કેબલ લાઇન નાખવાની હોવાથી અન્ય જુદા જુદા વાયર નાખવામાં આવ્યા છે, જેમાં બીએસએનએલ, ખાનગી કંપની કેબલ કનેકશનો સહિતનાની બાબતે પાલિકા દ્વારા જે-તે કંપનીને બાબતે પત્ર પાઠવવામાં આવશે.

જોડીયા શહેરમાં દબાણનો મુદ્દો માથાના દુ:ખાવા સમાન રહેશે

ગાંધીધામ-આદિપુરમાં ઠેર ઠેર દબાણ થયા છે. દબાણ દૂર કરવામાં પાલિકા એક યા બીજા કારણોસર સફળ થઇ નથી. આવા સંજોગોમાં આવી મહત્ત્વના પ્રોજેક્ટમાં અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન નાખવાની છે તેમાં ફુટપાથ પરથી માંડી અન્ય મહત્ત્વની જગ્યા પર કેટલાક સ્થળે દબાણ થયા છે. તે પ્રશ્ને જો કડક પગલા ભરવામાં આવે તો પ્રોજેક્ટમાં અવરોધ લાવી શકે છે.

અંદાજે9 હજાર વીજ થાંભલા હટાવાશે

ગાંધીધામ-આદિપુરમાં નગરપાલિકા દ્વારા જાહેર રોડ પર તથા અન્ય શેરીઓમાં નાખવામાં આવેલી લાઇટના અંદાજે 9 હજાર જેટલા વીજપોલ ઉભા કરવામાં આવ્યા છે. વીજ પોલ દૂર કરવામાં આવશે. વીજ કંપનીના દાવા મુજબ અમદાવાદ સહિતના સ્થળની પેટર્ન મુજબ કામ કરવાનું છે તેવા સમયે વીજ પોલ દૂર કરી કેબલ નેટવર્ક ઉભું કરવાની બાબત પણ થોડો અંતરાય લાવી શકે તેમ છે. અન્ય મહત્ત્વના મુદ્દાને કારણે પ્રોજેક્ટ વિલંબમાં પડે તો નવાઇ નહીં.

અન્ય સમાચારો પણ છે...