• Gujarati News
  • સઇ અને માંડવીમાંથી 4400નો દારૂ પકડાયો

સઇ અને માંડવીમાંથી 4400નો દારૂ પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ |સઇ ગામે રહેતાં બહાદુરસિંહ મહોબતસિંહ સોઢાને ત્યાં શનિવારના સાંજના રેડ કરી હતી, જ્યાંથી પોલીસને 31 દારૂના ક્વાર્ટરિયા તથા 5 બિયરના ટીન મળી આવતાં 3600નો મુદામાલ કબજે કર્યો હતો. તો માંડવીની ખારવા ફાટક પાસે રહેતો કલ્પેશ નરેન્દ્ર ઝાલા (ખારવા) રવિવારના બપોરના શરાબ લઇને નીકળતો હોવાની માહિતિના આધારે પોલીસે સ્વામિનારાયણ મંદિર પાસે વોચ ગોઠવી હતી, જ્યાંથી આરોપી નીકળતાં પોલીસે તેને 800ની કિંમતની બે બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.