• Gujarati News
  • ગાંધીધામના સ્થાપક સ્વપ્નદ્રષ્ટા ભાઇપ્રતાપનો આજે જન્મદિવસ

ગાંધીધામના સ્થાપક- સ્વપ્નદ્રષ્ટા ભાઇપ્રતાપનો આજે જન્મદિવસ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામનાસ્થાપક ભાઇપ્રતાપ દિયાલદાસનો આજે જન્મદિવસ છે. 13/4/1908માં હૈદરાબાદના સિંધમાં જન્મ લીધો હતો. તેની સેવાને ગાંધીધામની પ્રજા હંમેશને માટે રૂણી રહેશે.

ભાઇપ્રતાપનો આજે 107મો જન્મદિવસ છે, તેમની સેવાને ગાંધીધામની પ્રજા ક્યારેય ભૂલી શકે તેમ નથી. એકલા હાથે શહેરને વસાવવાની સાથે તેઓની દીર્ઘદૃષ્ટિ અને કોઠા સુઝે ગાંધીધામના વિકાસનો પાયો નાખ્યો છે તેમ કહી શકાય. 1951માં ગાંધીધામ કો. ઓપરેટિવ બેંકની તેઓએ સ્થાપના કરી હતી. તે દિવસે એક દિવસનો અઢી રૂપિયાનો પગાર આપવામાં આવતો હતો. જે તે સમયે સહકારી ક્ષેત્ર અંગે પુરતી જાણકારી કે માળખાકીય બાબતની વિગતનો ખ્યાલ લોકોને નહતો.

ગાંધીધામના સ્થાપક ભાઇપ્રતાપની સ્મૃતિમાં ઉભું કરાયેલું ભાઇપ્રાતપ સર્કલ.