• Gujarati News
  • National
  • ધારાસભ્યે ખાતમુહૂર્ત કરેલ ટાંકામાં પાણીનું ટીંપુ આવ્યું હોવાનો આક્ષેપ

ધારાસભ્યે ખાતમુહૂર્ત કરેલ ટાંકામાં પાણીનું ટીંપુ આવ્યું હોવાનો આક્ષેપ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કિડાણાની15 સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા વકરી રહી છે. અવારનવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઇ પગલા ભરવામાં આવ્યા હોવાની ફરિયાદ ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા કરીને ધારાસભ્યના હસ્તે પાણીના ટાંકાનું બે વખત ખાતમુહૂર્ત કર્યા પછી પાણીનું ટીંપુ પણ આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ગાંધીધામ તાલુકાના કિડાણા વિસ્તારમાં જગદંબા સોસાયટી અને તેની આસપાસની 15 સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા ઉદ્દભવી છે. ધારાસભ્ય રમેશ મહેશ્વરી દ્વારા વિસ્તારમાં પીવાના પાણીના ટાંકાનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતું. પરંતુ પાણીનું ટીંપુ પણ પડ્યું નથી કે, ટાંકા મારફત લોકોને પાણી મળી શકે તેવો આક્ષેપ ગ્રામ પંચાયતના સભ્ય નરેન્દ્રસિંહ જોરૂભા વાઘેલાએ કર્યો છે. પીવાના પાણીની જવાબદારી સરકારની હોવા છતાં સરકાર દ્વારા યોગ્ય પગલા ભરવામાં આવતા નથી.

પાણી પાછળ કરોડનું આંધણ

સભ્યનાદાવા મુજબ દર કુટુંબ દીઠ માસીક 1000 રૂપિયા ખર્ચ પડે છે. જેથી પોતાની જીવનજરૂરી પીવાના પાણીની જરૂરીયાત પુરી કરી શકાય. લગભગ 2500 કુટુંબ સમસ્યા ભોગવી રહ્યા છે. બે વર્ષથી ટાંકો બની ગયો છે. દર કુટુંબ દીઠ માસીક 1000 રૂપિયા ખર્ચતાં માસિક 25 લાખ ખર્ચતા લગભગ કરોડ રૂપિયા તો પાણી પાછળ ખર્ચાયાની ફરિયાદ પણ કરવામાં આવી છે.

લાખોના ખર્ચે બનાવેલ પાણીનો ટાંકો

કિડાણા ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા રજૂઆત કરાઇ

અન્ય સમાચારો પણ છે...