• Gujarati News
  • National
  • કંડલામાં ઈફ્કો જેટી નં.5 પર એસીડ લીક થતા દોડધામ

કંડલામાં ઈફ્કો જેટી નં.5 પર એસીડ લીક થતા દોડધામ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલાપોર્ટની ઈફ્કો જેટી પર લાંગરેલા ટેન્કર વેસલમાંથી સલ્ફ્યુરીક એસીડ ટ્રાન્સફર કરતા સમયે પાઈપમાંથી લીક થતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. બાબત અંગે પ્રશાસનને જાણ થતા તાત્કાલિક ઓપરેશન બંધ કરીને નવા પાઈપ લગાવ્યા બાદ કામકાજ ચાલુ કરાયું હતું. સદભાગ્યે ઘટનાથી કોઇ નુકશાની કે કોઇને ઈજા પહોંચી નથી.

કંડલા પોર્ટના 5 નં. ની ઓઈલ જેટીમાં લાંગરેલા પનામા ફ્લેગ ધરાવતા કેમરૂટ સન નામનું વેસલ હજીરા થઈ કંડલા પોર્ટમાં સોમવારેજ લાંગર્યું હતું. જેમાં સલફ્યુરીક એસીડને ટ્રાન્સફર કરવાની ગતીવીધી દરમ્યાન સવારના 11:30 વાગ્યે અચાનક પાઈપમાં લીક થઈ જતા એસીડ ઢોળાવા માંડ્યું હતું. કેપીટી પ્રશાસનને અંગે જાણ કરાતા તેમણે તાત્કાલિક ધોરણે ઓપરેશનને બંધ કરાવી પાઈપો ચેંજ કરી, ઢોળાયેલુ એસીડ સાફ કરાવી થોડા સમય બાદ ફરી કામગીરી શરૂ કરાઈ હતી. ઘટનાના પગલે કોઇને ઈજા કે પ્રોપટીને નુકશાન થયું હોવાનું ડેપ્યુટી કન્ઝર્વેટીવ શ્રીનીવાસે જાહેર કર્યું હતું.

કંડલા પોર્ટ પર બનતા બનાવ ચિંતાજનક

કંડલાપોર્ટના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ જેટી પર છેલ્લા છએક મહિનામાં બનેલા જુદા જુદા બનાવોમાં વેસલ ટકરાવાની બાબત બહાર આવી છે. ચિંતાજનક ગણી શકાય તેવા મુદ્દે પ્રશાસન દ્વારા યોગ્ય પગલા ભરવા જરૂરી બન્યા છે. અવારનવાર બનતા બનાવો અટકાવવા માટે જરૂર પડ્યે કડક કાર્યવાહી પણ કરવામાં કેપીટીએ પાણીમાં બેસી જવાને બદલે કાર્યવાહી કરવી જરૂરી બની છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જહાજમાંથી પડી જતાં એક કર્મચારી પડી ગયો હતો તે લાપત્તા બન્યા પછી રહસ્યમય રીતે બાબતે કંઇ કાર્યવાહી થઇ હોવાની કર્મચારીઓમાંથી બુમ ઉઠી રહી છે.

કામગીરી અટકાવાઈ, મોટી દુર્ઘટના થતા ટળી

અન્ય સમાચારો પણ છે...