• Gujarati News
  • National
  • વરસામેડી પાસેથી 8 લાખની ખાંડની 540 બોરીઓ ભરેલી ટ્રક લૂંટી લેવાઇ

વરસામેડી પાસેથી 8 લાખની ખાંડની 540 બોરીઓ ભરેલી ટ્રક લૂંટી લેવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારનીરાત્રિના વરસામેડીની ખાંડ કંપનીમાંથી કન્ટેનરમાં ખાંડ ભરી અંજાર અને ભીમાસરની વચ્ચેથી જઇ રહેલી ટ્રકને 3 અજાણ્યા શખ્સોએ અટકાવી, ડ્રાઇવરને માર મારી, ડ્રાઇવર સહિત ટ્રક ઉઠાવી ગયા હતા. બનાવ સંબંધે મોડેથી જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને ગુરુવારે સવારે ડ્રાઇવર સહિતની ટ્રક મળી આવતાં રાહતની લાગણી ફેલાઇ હતી.

ગત રાત્રે 10:30 વાગ્યે વરસામેડીમાં આવેલી યુનિવર્લ્ડ

...અનુસંધાનપાનાનં.6





સુગરલિ. નામની કંપનીમાંથી 26 ટન ખાંડની અંદાજે 8 લાખની કિંમતની 540 બેગો કન્ટેઇનરમાં લાદી, ટ્રક ડ્રાઇવર રવાનો થયો હતો, વરસામેડી નજીક અંજાર-ભીમાસર માર્ગ પર ટ્રકને બાઇકથી ઓવરટેક કરી 3 જેટલા અજાણ્યા શખ્સોએ, ટ્રકની આગળ ચલાવી, ટ્રકચાલકને ઉભી રાખવા ફરજ પાડી ટ્રક અટકાવી પણ લીધી હતી અને ડ્રાઇવર પંકજ જગન્નાથ રાયને નીચે ઉતારી બેફામ માર માર્યો હતો તથા તેને ફરી ટ્રકમાં ચડાવી દઇ, ટ્રક 3 પૈકીના 2 શખ્સો દ્વારા હંકારી જવામાં આવી હતી. ત્રીજો શખ્સ બાઇકથી પાછળ આવ્યો હતો. બનાવ સંબંધે રાત્રે પોલીસને જાણ કરાઇ હતી જેના પગલે પોલીસે તરત ચાંપતા પગલાં લીધાં હતાં.



પોલીસે ગુરુવારે ટ્રક-ડ્રાઇવર શોધી કાઢ્યા

અંજારપોલીસે કળશ સર્કલ પર ઉભેલી ટ્રક નં. જીજે-12-એયુ-8060ને ડ્રાઇવર સહિત શોધી કાઢી હતી અને એસ.પી.ને બનાવ ઉકેલાઇ ગયો હોવાનું જાણ કરવામાં આવી હતી. જોકે, ડ્રાઇવરના વર્ણનના આધારે ત્રણેય લૂંટારુઓના કોઇ સઘડ મળ્યા નહોતા. પોલીસ દ્વારા ત્રણેય શખ્સોને ટૂંક સમયમાં રાઉન્ડ-અપ કરી લેવાશે, એવો વિશ્વાસ પી.આઇ. આર.જી. પરમારે વ્યક્ત કર્યો હતો.

3 શખ્સોએ ટ્રક ઉભી રખાવી, ડ્રાઇવરને માર મારી, બનાવને અંજામ આપ્યો

પોલીસની ઝડપી તપાસથી મામલો ઉકેલાઇ ગયો

અન્ય સમાચારો પણ છે...