• Gujarati News
  • કંડલાપાસે આવેલી ક્રીકમાં મૂકાયેલા ડ્રેઝર મશીનમાં આજે સવારે પાણી

કંડલાપાસે આવેલી ક્રીકમાં મૂકાયેલા ડ્રેઝર મશીનમાં આજે સવારે પાણી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કંડલાપાસે આવેલી ક્રીકમાં મૂકાયેલા ડ્રેઝર મશીનમાં આજે સવારે પાણી ભરાઇ જતાં ડૂબવાની સ્થિતિ સર્જાઇ હતી. એક તબક્કે કોઇ જહાજ કે બાર્જ ડૂબ્યું હોવાનું અને તેમાં બે કર્મચારી હોવાની વાત વાયુવેગે પ્રસરી ગઇ હતી. જોકે, ડ્રેઝરમાં માત્ર પાણી ભરાયું હતું અને કોઇ દુર્ઘટના બની હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું.

ખાનગી કંપનીના ડ્રેઝર મશીનમાં અચાનક પાણી ભરાવા માંડ્યું હતું. ડ્રેઝર ધીમે-ધીમે ડૂબવા મંડ્યું હોવાનું અને તેમાં બે ક્રૂ મેમ્બર ફસાયા હોવાની વાત ફેલાઇ ગઇ હતી. જોકે, ડ્રેઝર ડૂબ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું. અંગે કેપીટીના ડેપ્યુટી કન્ઝર્વેટર એચ.કે. સિબ્બલે જણાવ્યું હતું કે, બાર્જ ડૂબવાની વાત અફવા સમાન છે અને કોઇએ મુદે ચર્ચા ફેલાવી છે, તે વખોડવા લાયક છે.

ડ્રેજિંગ દરમિયાન ડ્રેઝર ડૂબવા મંડ્યાની ઘટનાએ ફેલાવી ચકચાર

કંડલાની ક્રીકમાં ડ્રેઝર મશીનમાં પાણી ભરાયું