• Gujarati News
  • પોર્ટના ટ્રસ્ટીઓને પણ વિશ્વાસમાં લીધા હોવાનો આક્ષેપ કરાયો

પોર્ટના ટ્રસ્ટીઓને પણ વિશ્વાસમાં લીધા હોવાનો આક્ષેપ કરાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોર્ટના ટ્રસ્ટીઓને પણ વિશ્વાસમાં લીધા હોવાનો આક્ષેપ કરાયો



કંડલાપોર્ટની મેનેજમેન્ટ સિસ્ટમ સુધારવા માટે બેલ્જીયમથી આવેલા અધિકારીઓ કંડલા પોર્ટમાં કેવી રીતે કામ કરશે અને તેમને શા માટે અહીં બોલાવવામાં આવ્યા છે તથા 10 દિવસ માટે આવેલા અધિકારીઓ દેશના મેજર પોર્ટને કેવી રીતે સુધારશે તે અંગે લેબર યુનિયન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

કંડલા પોર્ટ કર્મચારી સંઘના પ્રમુખ મોહનભાઇ આસવાણીએ કેપીટીને પત્ર લખીને મેનેજમેન્ટ સિસ્ટમ સુધારવા બેલ્જીયમથી આવેલા ત્રણ અધિકારીઓ કેપીટીની મેનેજમેન્ટ સિસ્ટમને કેવી રીતે સુધારશે તેવો વેધક પ્રશ્ન કર્યો છે. દેશના પાંચ મહાબંદરગાહોમાં સારી રીતે સૌથી વધુ નફો રળતા પોર્ટમાં વિદેશી કંપનીના અધિકારીઓ શું ઉકાળશે તેમ પણ તેમણે પત્રમાં લખ્યું છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું છે કે, ભારતમાં પ્રકારના કાર્યો માટે અનેક જાણીતી સંસ્થાઓ આવેલી છે. કંડલા પોર્ટ આઇઆઇએમ, આઇઆઇપીએમ વગેરે જેવી સંસ્થાઓ મારફતે પણ મેનેજમેન્ટ સિસ્ટમ અંગે સલાહ સૂચન લઇ શકે છે, ત્યારે વિદેશી કંપનીને પ્રકારનું કામ કેમ સોંપવામાં આવ્યું તે વાત યુનિયનને ગળે ઉતરતી નથી.