• Gujarati News
  • National
  • તાલુકાની C અને D ગ્રેડની શાળાનું સ્તર ઉચું લાવવા સમીક્ષા બેઠક

તાલુકાની C અને D ગ્રેડની શાળાનું સ્તર ઉચું લાવવા સમીક્ષા બેઠક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિર્પોટર. ગાંધીધામ

ગાંધીધામતાલુકા શિક્ષણ વિભાગ દ્વારા જૂથ શાળાના અને એચએટ શાળાના આચાર્યોની એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા તેમજ સી અને ડી ગ્રેડની શાળાને બી ગ્રેડમાં લાવવા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉપરાંત શિક્ષણ વિભાગને લગતાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતાં.

તાલુકા પંચાયતના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, તાજેતરમાં શાળા ગુણોત્સવનો રિર્પોટ આવ્યો છે. જેમાં વર્ષ 2015 માં સી ગ્રેડની એક પણ શાળા નથી! જ્યારે ડી ગ્રેડની 5 શાળાઓ છે. ત્યારે તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા એક સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં સીઆરસી, બીઆરસી, જૂથ શાળાના આર્ચાયો સહિતના શિક્ષકો અને આચાર્યો હાજર રહ્યા હતાં. બેઠકમાં સી અને ડી ગ્રેડની શાળાનું સ્તર ઉંચુ લાવવા શું કરવું તે અંગે પરામર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શિક્ષણ વિભાગમાં શું-શું સુવિધાઓનો અભાવ છે, શેના કારણે દિન-પ્રતિદિન શિક્ષણનુ સ્તર નીચુ જાય છે, તેને ઉંચુ લાવવા શું પગલા ભરવા સહિતના અનેક મુદે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આગામી દિવસોમાં યોજાનારા શાળા પ્રવેશોત્સવની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગ્રામીણ વિસ્તારમાં તા. 11,12,13 ના યોજવાનો નિર્ણય લીધો છે. તો શહેરી વિસ્તારમાં તા. 18,19,20ના યોજાશે.

ઉપરાંત આગામી દિવસોમાં યોજાનારા શાળા પ્રવેશોત્સવ અંતર્ગત પૂરી તૈયારી કરી લેવાની પણ સૂચના આપવામાં આવી હતી.

શાળા ખુલે ત્યારે પુસ્તક મળી જાય તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરવામાં આવી

સમીક્ષાબેઠકદરમિયાન તાલુકા કેળવણી નિરીક્ષક સહિતનાઓ દ્વારા તમામ શાળાના આચાર્યોને તાકિદ કરવામાં આવી હતી કે પાઠયપુસ્તકોની અત્યારથી વ્યવસ્થા ગોઠવી દેવી. જેથી શાળા ખુલતાની સાથે બાળકોને પાઠયપુસ્તકો મળી રહે અને હેરાન-પરેશાન થવુ પડે.

અન્ય સમાચારો પણ છે...