• Gujarati News
  • મીઠીરોહરમાં 700ની કેબલ ચોરી, બે પકડાયા

મીઠીરોહરમાં 700ની કેબલ ચોરી, બે પકડાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામતાલુકાના મીઠીરોહર ગામે આવેલી વાડીમાંથી 15 મીટર કેબલ વાયર ચોરી જતાં બે શખ્સને ડિવીઝન પોલીસે ઝડપી લઇ તપાસ હાથ ધરી છે. ગુરૂવારની રાત્રિથી બીજા દિવસે સવાર સુધીમાં કોઇ પણ સમયે મીઠીરોહર ગામે આવેલી એ.વી.જોષી કંપનીની બાજુમાં આવેલી વાડીમાંથી કોઇ અજાણ્યા શખ્સો સબમર્શિબલ મોટરના વાયરની તસ્કરી કરી ગયા હતાં. જેથી વાડીના સુપરવાઇઝર વિરભદ્રસિંહ પ્રકાશસિંહ પરમારે પોલીસને જાણ કરી હતી અને બે શંકમંદોના નામ પણ આપ્યા હતાં. જેથી પોલીસે ભાણજી ભીમા ચાવડા અને પ્રહલાદજી હરચંદજી માવલિયાને ઉઠાવી લઇ પૂછપરછ કરી હતી.