તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આદિપુરમાં પાણી વિતરણ ખોડંગાતા નાગરિકો પારાવાર પરેશાનીમાં મૂકાયા

આદિપુરમાં પાણી વિતરણ ખોડંગાતા નાગરિકો પારાવાર પરેશાનીમાં મૂકાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુરમાંછેલ્લા બે અઠવાડીયાથી પાણી વિતરણ વ્યવસ્થામાં કોઇ કારણોસર ગરબડ થઇ રહી હોવાથી લોકો પરેસાનીમાં મુકાયા છે. ખૂબ ઓછા દબાણથી અને ઓછા સમય માટે આવતા પાણીના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો અમુક વિસ્તારોમાં ગંદુ -ડહોળાયેલું પાણી આવતાં લોકોમાં રોષ ફેલાઇ રહ્યો છે.

આદિપુરના વિવિધ વિસ્તારોમાં સુધરાઇની પાણી વિતરણ વ્યવસ્થા ખોળંગાતી હોવાથી લોકોમાં રોષ ફેલાઇ રહ્યો છે. ખુબ ઓછા પ્રેશzથી પાણી આપવામાં આવતું હોવાની ફરિયાદો ઉઠી છે અને માટે વાલ્વમેનો વાલ્વ ખોલતા હોવાની પણ ચર્ચા જોર પકડી રહી છે. પાછું પાણી વિતરણનો સમય પણ ઓછો કરી નાખવામાં આવ્યો હોવાનું પણ સામે આવતાં, લોકો બેવડી મુસીબતમાં મુકાયા છે, ઓછા દબાણના કારણે પાણીનો જથ્થો પુરતા પ્રમાણમાં મળી શકતો નથી તો બીજી તરફ વિતરણનો સમય ઘટાડી નાખવામાં આવતાં પણ પાણી પરિવારને પુરૂં પડી શકે એટલું મળી શકતું હોવાનું સમજી શકાય છે.

બીજી તરફ, આદિપુર એસડીબી બંગ્લોઝ, સીસીએકસ-નવવાળી અને 3/એ ના અમુક વિસ્તારોમાં ઓછા દબાણ સાથે આવતા પાણીમાં પણ ગટરનું પાણી મીક્સ થતું હોઇ દુર્ગંધ વાળું પાણી આવતું હોવાથી લોકો હેરાનગતીમાં ધકેલાયા હતા. સબંધે ગાંધીધામ નગરપાલિકામાં ધસી જઇ લોકોએ રજુઆતો પણ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. જો કે, સુધરાઇમાં લોકોને ઠાલા આશ્વાસનો મળ્યા હતા જેથી પણ લોકોમાં રોષની લાગણી ફેલાઇ હતી. બીજી તરફ, શહેરમાં ઠેર-ઠેર પાણીની લાઇનોમાં લીકેજના કારણે હજારો લીટર પાણીનો વ્યય થઇ રહ્યો હોવાથી પણ સમસ્યા સર્જાઇ રહી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

સમસ્યા હવે ઉકેલાઇ ગઇ હોવાનો દાવો

અનુસંધાનેકારોબારી ચેરમેન તારાચંદ ચંદનાણીને પુછતાં તેમણે જણાવ્યું હતું કે, પખવાડીયાથી સમસ્યા સર્જાઇ હતી, વીડી સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ વીજ પુરવઠો ખોરવાયો હતો તેથી પ્રશ્ન ઉભો થયો હતો, નર્મદાનું પાણી પણ બંધ હતું. હવે પ્રશ્ન હલ થતાં લો પ્રેશરનો પ્રશ્ન ઉકેલાઇ ગયો છે. આદિપુરના અમુક વિસ્તારોમાં ગટરનું પાણી મીક્સ થતું હોવાની સમસ્યા પણ મહદઅંશે ઉકેલાઇ ગઇ છે અને નવી ગટર અને પાણીની લાઇનોનું કામ પૂર્ણતા ભણી હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઓછા દબાણથી, થોડી મિનિટો માટે પાણી અપાય છે

અન્ય સમાચારો પણ છે...