• Gujarati News
  • National
  • કાર્ગો વિસ્તારમાંથી ગંદકીના ગંજ નેશનલ હાઈવે સુધી આવ્યા

કાર્ગો વિસ્તારમાંથી ગંદકીના ગંજ નેશનલ હાઈવે સુધી આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંકુલનાકાર્ગો વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી લગાતાર સફાઈ અંગે દુર્લક્ષ સેવાતો હોવાની ફરિયાદ ઉઠી રહિ છે ત્યારે હવે તેની ગંદકીના ગંદ નેશનલ હાઈવે સુધી જોવા મળી રહ્યા છે. પરંતુ ચુંટણીમાં વ્યસ્ત તંત્ર તરફ આંખા આડા કાન કરતુ હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

પછાત વિસ્તાર ગણાતા કાર્ગોમાં છેલ્લા બે મહિનાથી સફાઈ અંગે કોઇ કાર્યવાહિ થતી હોવાથી ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે. સ્થીતી હદે વણસી છે કે ગાંધીધામથી કંડલા જતા સમયે ગંદો મલબો મોટા પ્રમાણમાં કિનારેજ ખડાયેલો જોવા મળે છે. \\\'ક્લિન અને ગ્રીન\\\' ગાંધીધામના નારા દેતા તંત્ર દ્વારા આવું કાંઈ હોયજ નહિ તેમ આખ આડા કાન કરતુ જોવા મળે છે. સ્થાનિકોનું કહેવું કે જે ગંદકીથી ઉઠતી દુર્ગધના કારણે હવે અહિ રહેવું પણ મુશ્કેલ બન્યુ છે.

હાઇવે પર દ્રશ્યમાન થતો મલબો

ચૂંટણીમાં વ્યસ્ત તંત્ર અને ભોગ બનતા સામાન્યજન

અન્ય સમાચારો પણ છે...