• Gujarati News
  • National
  • રેલવે સ્ટેશને યુવાનના મોત પ્રકરણમાં હત્યાની ફરિયાદ

રેલવે સ્ટેશને યુવાનના મોત પ્રકરણમાં હત્યાની ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારરેલવે સ્ટૅશનથી ગત મહિને મળી આવેલા યુવાનનું બેહોશીની હાલતમાંજ મોત નિપજતા તેને કુદરતી રીતે પડી જવાથી વાગ્યાના કારણે વાગ્યુ હતુ કે કોઇએ ઈરાદાપુર્વક હુમલો કર્યો હતો તે વાત રહસ્યજ રહિ ગઈ હતી. તો મોતના બીજા દિવસે મ્રુતકના પીતાએ તેના પુત્રની હત્યા થઈ હોવાની શંકાના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરી હતી. જોકે કોઇ પર શંકા વ્યક્ત કરવામાં આવી નથી. પીએમ રીપોર્ટને હજી સપ્તાહથી વધુ સમય લાગશે.

પખવાડીયા અગાઉ બનેલા બનાવમાં કોઇ કારણોસર માથાના ભાગે ઘાયલ થયેલા યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજતા તેના પીતાએ હત્યાની ફરિયાદ નોંધાવી છે. સંપુર્ણ પ્રકરણનો ઘટનાક્રમ એવો છે કે ગત તા. 23/11 ના અંજાર રેલવે સ્ટૅશને શૈલેષ નટવરભાઈ દરજી (ઉ.વ.25) કોઇ કારણોસર પડી જતા બેભાન થયાની ઘટના સામે આવી હતી. જે આધારે રેલવે પોલીસે 108 બોલાવી તેને હોસ્પીટલ ખસેડતા તેને માથાના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યુ હતુ. અલબત, યુવાન બેહોશીની હાલતમાં હતો અને સ્થીતી વધુ કથળતી જણાતા તેને વધુ સારવાર માટૅ અમદાવાદ સીવીલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું શનિવારે મોત નિપજતા તેને ઈજા ક્યાં કારણોસર થઈ હતી તે રહસ્ય વધુ ઘેરુ બન્યુ હતુ. મ્રુતકના પીતા નટરવરભાઈ દરજીએ પુત્રની હત્યા થઈ હોવાની શંકા વ્યક્ત કરી ગાંધીધામ રેલવે મથકે 302 દાખલ કરી હોવાનું પીએસઆઈ કપાસીએ જણાવ્યુ હતુ. પીએમ રીપોર્ટ આવવાને હજી સાત થી નવ દિવસ લાગશે ત્યારે ખરેખર શું થયુ હતુ તેનું રહસ્ય અકબંધ બન્યુ છે. અહીં નોંધવું રહ્યું કે, પ્રાથમિક તપાસમાં બીમારીના કારણે ચક્કર આવવાથી યુવાન પડી ગયાની વાત આવી હતી.

અંજારના રેલવે મથકે બેભાન યુવક મળ્યો હતો

અન્ય સમાચારો પણ છે...