તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વરસામેડીમાં પ્લોટના મુદ્દે વગદારો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ: પોલીસ તપાસ શૂન્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસામેડીમાં પ્લોટના મુદ્દે વગદારો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ: પોલીસ તપાસ શૂન્ય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંજારતાલુકાના વરસામેડી સીમમાં આવેલી એક રહેણાક સોસાયટીની ડેવલોપર્સ કંપનીના 5 ડાયરેક્ટરો અને એક નોટરી-વકીલ વિરૂદ્ધ મૂળ ગાંધીધામની પણ હાલે સુરતમાં સ્થાયી થયેલી મહિલાએ સુરતથી ફરિયાદ નોંધાવ્યા પછી તે અંજાર ટ્રાન્સફર કરવામાં આવી હતી જેમાં, અંજાર સુધરાઇના શાસક પક્ષના નેતા, ગાંધીધામના નોટરી-પબ્લીક અને એડવોકેટ ઉપરાંત ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સમાં કારોબારી સભ્ય સહિતના મોટા માથાઓ આરોપી તરીકે હોવાથી બનાવ મોટું તુલ પકડે તેમ માનવામાં આવે છે. દરમ્યાન, પોલીસ તરફથી હજુ કોઇ જાતની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું તપાસનીશે જણાવ્યું હતું. ફરિયાદ જેમના વિરૂદ્ધ છે તે રાજકીય વગ ધરાવવા હોવા ઉપરાંત, વહીવટી તંત્રમાં પણ ઉંચી લાગવગ ધરાવે છે એવું પણ ફરિયાદમાં જણાવાયું છે.

વરસામેડી ખાતે આવેલી એક રહેણાક સોસાયટીમાં ફરિયાદી

...અનુસંધાન પાના નં.8

અનિતાબેન પવન હિંગોરાણી (મૂળ રહે. ગાંધીધામ, હાલે સુરત) બાગેશ્રી-5 માં 136 નંબરનો પ્લોટ ખરીદ્યો હતો. પછી તેના પર 25 લાખમાં મકાન બનાવી દેવા બાગેશ્રી ડેવલોપર્સ પ્રા. લિ.ના ડાયરેક્ટર બિજલ જયેશ મહેતા, અગ્રણી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના કારોબારી સભ્ય મહેશ હિંમતલાલ પુંજ, મીનાબેન જયેશ શાહ, પાયલબેન અરૂણ કોઠારી તથા પેઢીના કોન્ટ્રાક્ટર પાર્ટનર હેમંત રજનીકાંત શાહ ઉર્ફે ડેની શાહે તેમની સાથે બાંધકામ કરાર કરી આડેધડ બાંધકામ ચાલુ કર્યું હતું, પછી તેમના નામે એસ.બી.આઇ. ના કર્મચારીઓની સાંઠગાંઠ કરી, ફરિયાદીની ખોટી સહીઓની પ્રિન્ટ કાઢી લઇ, તે દ્વારા બનાવાયેલા ફોર્જ દસ્તાવેજો સાચા તરીકે રજુ કરી, લોન પણ મંજૂર કરાવવામાં આવી હતી, જેમાં અગત્યનું કહેવાતું, ટાઇટલ ક્લીયર સર્ટિફિકેટ ગાંધીધામના નોટરી પબ્લિક અને એડવોકેટ વાસુદેવ પી. આલવાણીએ કાઢી આપ્યું હતું. બાદમાં નકશાથી વિરૂદ્ધનું બાંધકામ હોવાનું લાગતાં ફરિયાદીએ તે સંબંધે વાંધો લેતાં ડેવલોપર્સ કે જી.ડી.એ. દ્વારા કોઇ દાદ આપવામાં આવી હતી ઉલ્ટું, અમુક શખ્સોએ સુરત જઇ ધાકધમકીઓ કરતાં, ભયવશ સુરત કોર્ટમાં ધા નાખવામાં આવી હતી જ્યાં કોર્ટના હુકમ બાદ સુરત પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી, જે અંજાર પોલીસને 00થી ટ્રાન્સફર કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસે આખરે તે નોંધી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી તરીકે દર્શાવવામાં આવેલા ડેની શાહ હાલ અંજાર સુધરાઇમાં શાસક પક્ષના નેતા તરીકે કાર્યરત છે અને કચ્છ ભાજપનો પૂર્વ મંત્રી પણ રહી ચુક્યો છે અને તગડું રાજકીય વજન ધરાવે છે તો બીજલ જયેશ મહેતા, જૂની પેઢીના કદાવર રાજકીય આગેવાન એવા જવાહર મહેતાના પરિવારમાંથી આવતા હોઇ તે પણ વગદાર તરીકે પ્રસ્થાપિત છે. અન્ય ડાયરેક્ટરો પણ કોઇને કોઇ રીતે અગ્રેસર હોવાથી, આખી ટીમે અનેક વસાહતો બનાવી હોવાનું તથા તે પૈકી અમુકમાંતો જબરી ઘાલમેલ હોવાનુ઼ જાણવા મળે છે.મહિલાએ ભયવશ સુરત કોર્ટમાં ધા નાખી હતી

સૂત્રોમાંથીપ્રાપ્ત વિગતો અનુસાર સુરતથી ફરિયાદ કરનારા અનીતાબેન હિંગોરાણીએ અગાઉ અંજાર ખાતે રૂબરૂ આવી પોલીસમાં ફરિયાદ આપવાનો પ્રયાસ કર્યો હતો, જેને સિવિલ મેટર હોઇ કોર્ટમાં દાવો કરો એમ જણાવી દઇ રાજકીય હસ્તીઓને છાવરવાનો પોલીસ દ્વારા પ્રયાસ થયાનો આક્ષેપ છે. બધા પછી થાકી-હારીને મહિલાએ સુરત કોર્ટમાં ખાનગી ફરિયાદ આપતા અદાલતે સુરત પોલીસને 00 થી ફરિયાદ નોંધી સબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવા હુકમ ફરમાવ્યો હતો.

પોલીસ તટસ્થ તપાસ કરશે : અંજાર પીઆઇનો દાવો

બનાવ સંબંધે અંજાર પોલીસ સ્ટેશનના પી.આઇ. આર.જી. પરમારને પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદ ગઇકાલે મળી છે અને અન્ય વ્યસ્તતા વચ્ચે તરફ કોઇ તપાસ હાથ ધરવામાં આવી નથી. બનાવમાં મોટા રાજકીય માથાઓ હોવાની પુષ્ટિ કરી તેમણે વાત સ્પષ્ટ રીતે નકારી હતી કે, અગાઉ ફરિયાદીએ અંજાર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવવા તજવીજ કરી હતી, પરંતુ ફરિયાદ લેવાનો ઇન્કાર થયો હતો. અમારું કામ લોકોના પ્રશ્નોને કાયદાની રાહે ઉકેલવાનો છે અને કિસ્સામાં પણ પોલીસ તપાસ તટસ્થ રીતે કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો