તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ‘દલિતો પરના અત્યાચારમાં પગલાં ભરો’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘દલિતો પરના અત્યાચારમાં પગલાં ભરો’

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગિર-સોમનાથજિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દલિતો પર અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. મંગળવારે સમસ્ત ગાંધીધામ મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા મામલતદારને કલેક્ટરને ઉદ્દેશીને આવેદનપત્ર આપી જવાબદારો સામે કડક પગલાં ભરવા માગણી કરવામાં આવી છે.

સમસ્ત ગાંધીધામ મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા મામલતદાર દ્વારા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામે દલિતો પર અત્યાચાર થયો છે. રાજ્યમાં દલિતો પર અત્યાચારો વધી રહ્યા છે. ઉંડાણપૂર્વક તપાસ થાય તે જરૂરી છે. વળી, ઉપરોક્ત કિસ્સામાં ગુનેગારો માટે સ્પેશિયલ કોર્ટમાં તાત્કાલિક કેસ ચલાવી તેને સખત સજા થાય તેવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો