તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાજપના બે જૂથની લડાઇમાં મોદીનો મુદ્દો અટવાઇ ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના બે જૂથની લડાઇમાં મોદીનો મુદ્દો અટવાઇ ગયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

દેશનાવડાપ્રધાન મોદી શૌચાલય બનાવવા પર ભાર મુકી રહ્યા છે, ત્યારે બીજીતરફ ગાંધીધામમાં ભાજપની સુધરાઇના સભ્યો દ્વારા ખેંચતાણને કારણે એસડીએક્સ-નોર્થ વિસ્તારમાં તોડી પડાયા બાદ નવીનીકરણ થનારું શૌચાલયનું કામ અટકાવી દેવાયું છે. નવનિયુક્ત ચીફ ઓફિસરે આજે સ્થળની મુલાકાત લેતાં વેપારીઓએ તેને વિસ્તારમાં શૌચાલયની સુવિધા જરૂરી હોવાની રજૂઆત કરી છે.

શહેરમાં 1976માં બનાવવામાં આવેલું શૌચાલય પાંચ લાખના ખર્ચે નવીનીકરણ કરવા માટે અંદાજે દોઢ વર્ષ પહેલાં તોડી પાડવામાં આવ્યું હતું અને જે-તે સમયે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. વિસ્તારના વેપારી અને અન્ય નાગરિકો દ્વારા શૌચાલય બનાવવું જોઇએ તેવી અને એક વર્ગ દ્વારા શૌચાલય બનાવવું જોઇએ તેવી રજૂઆતનો દોર શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિક કક્ષાના નેતાથી માંડીને જિલ્લા કક્ષાના ભાજપના નેતા સુધી મુદ્દો પહોંચ્યા બાદ થોડા સમય પહેલાં શૌચાલય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, પરંતુ ફરી એક વખત રૂકજાવનો આદેશ આવતાં અંદાજે અઠવાડિયાથી કામ અટકાવી દેવામાં આવ્યું છે. બે તરફી ઉભા થયેલા હવામાનને કારણે ભાજપ પણ બે છાવણીમાં વહેંચાઇ ગયું છે. દરમિયાન, ગાંધીધામ સુધરાઇમાં ચીફ ઓફિસર તરીકે નવા આવેલા નિતિન બોડાત દ્વારા આજે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હોવાની વિગત સૂત્રોમાંથી મળી રહી છે. આગામી દિવસોમાં શૌચાલયની કામગીરી પુન: શરૂ કરી દેવામાં આવશે તેવા સંકેત હાલના તબક્કે મળી રહ્યા છે.

પાલિકા પ્રમુખ અને સીઓએ ચિંતન કર્યું

પાલિકામાંચાર્જ લીધા પછી ચીફ ઓફિસર બોડાતે મંગળવારે સાંજે પ્રમુખ ગીતાબેન ગણાત્રા, કારોબારી સમિતિના ચેરમેન તારાચંદ ચંદનાની વગેરેની સાથે બેઠક યોજીને શહેરના વિવિધ પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કર્યો હતો.

SDX-Nના શૌચાલય મામલે સીઓનું સ્થળ નિરીક્ષણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો