તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ધો.11માં પ્રવેશથી વંચિત છાત્રાનું ભાવિ ડામાડોળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો.11માં પ્રવેશથી વંચિત છાત્રાનું ભાવિ ડામાડોળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામનાભારતનગર વિસ્તારમાં રહેતી વિદ્યાર્થિનીએ ધો.10ની બીજા પ્રયત્ને પરીક્ષા પસાર કર્યા પછી ધો.11 સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કર્યો હતો. શાળાના આચાર્ય દ્વારા પ્રવેશ આપવામાં નનૈયો ભણવામાં આવતા વિદ્યાર્થિનીનું ભાવિ ડામાડોળ થઇ ગયું છે. મંગળવારે મામલતદારને આવેદનપત્ર પાઠવી યોગ્ય નિર્ણય લેવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

પ્રિન્સી ઇશ્વરભાઇ ઠક્કર નામની વિદ્યાર્થિનીએ મામલતદારને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ધો.10માં પાસ થયા પછી એમ.પી. પટેલ કન્યા વિદ્યાલયમાં ધો.11માં સામાન્ય પ્રવાહમાં પ્રવેશ મેળવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ શાળાના આચાર્ય કલ્પનાબેન પટેલ દ્વારા પ્રવેશ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી હાલ સત્ર શરૂ થઇ ગયું હોવાથી તેનો અભ્યાસ બગડી રહ્યો છે. એકબાજુ સરકાર બેટી બચાવો, બેટી ભણાવોની જાહેરાત કરે છે ત્યારે મહિલા અધિકારી દ્વારા કન્યાને પ્રવેશ આપવામાં આવતો નથી તે કેટલા અંશે વ્યાજબી છે. યોગ્ય નિર્ણય લેવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો