Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામમાં માતાના ગર્ભમાં બાળકનાં મોતથી ઉહાપોહ
ગાંધીધામનીખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિની પીડા બાદ દાખલ કરવામાં આવેલી માતાના ગર્ભમાં બાળક મૃત્યુ પામેલું જાહેર કરવામાં આવતા મહિલાના પરીવારજનોએ ઉહાપોહ મચાવ્યો હતો. તબીબ દ્વારા માતાના જાનના જોખમ હોવાથી અન્ય આઇસીયુમાં ખસેડવા સલાહ અપાઇ.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આરતીબેન (રહે દુબઇ સિંધુનગર, આદિપુર) (ઉ.વ.23)ને પ્રસૂતિની પીડા ઉપડતાં મંગળવારે સાંજે 6 કલાકે સેક્ટર 1/એમાં આવેલી મા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બીજીતરફ તબીબ ડો. તેજસ સોમેશ્વર દ્વારા કોઇ સારવાર કરતાં બાળક માતાના ગર્ભમાં મૃત્યુ પામ્યું હોવાનું પરીવારજનોએ જણાવી ડોક્ટરે 20 હજાર રૂપિયા માગ્યા હોવાનો આક્ષેપ કરતાં હોસ્પિટલમાં દોડધામ મચી ગઇ હતી. બાળક હજુ માતાના ગર્ભમાં હોવાથી માતાના પર જીવ પર જોખમ તોળાઇ રહ્યું છે. જ્યારે ડો. સોમેશ્વરના જણાવ્યા મુજબ તેની હોસ્પિટલમાં આઇસીયુની સુવિધા હોવાથી અન્ય હોસ્પિટલમાં જવા સલાહ આપી હોવાની દલીલ કરી છે.